માંગરોળમાં સનાતન હરી કિર્તનાલય ધૂન મંદિર ખાતે ત્રિશુલ દિક્ષા સહિતનાં કાર્યક્રમો યોજાયા

0

માંગરોળ વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ દ્વારા સનાતન હરી ર્કિતનાલય ધૂન મંદિર ખાતે ત્રિશુલ દીક્ષા મહોત્સવ તેમજ શસ્ત્ર પૂજન તથા કારસેવકોના સંતો તેમજ આગેવાનો દ્વારા સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પોતાનો કિંમતી સમય કાઢી પધારેલા સંતો તેમજ આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરવામા આવેલ હતું. સંત શ્રી પૂર્ણ પ્રકાશ સ્વામી(કોઠારી સ્વામી) માંગરોળ તથા સંત શ્રી આદિત્યગીરી બાપુ ફતેંશ્વર મંદિર આરેણા દ્વારા આર્શીવચન આપવામાં આવેલ હતા. તેમજ વિશ્વ હિંદુ પરિષદ સોમનાથ જીલ્લા પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ વિઠલાણીએ વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળનાં કાર્યોની માહિતી આપી હતી. વડીલ કાંતિકાકા કગરણાએ વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળનાં કાર્યોને બિરદાવીને જરૂર પડ્યે કોઈપણ સહયોગ આપવા જણાવ્યું હતું. સંતો તેમજ આગેવાનો દ્વારા ત્રિશુલ દીક્ષા શસ્ત્ર પૂજન કરવામાં આવેલ હતું. વિશ્વ હિન્દુ પરિષદ અંતર્ગત બજરંગદળમાં નવા યુવાનો જોડાઈ શકે એ માટે પ્રતિ વર્ષ ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ થતો હોય છે. ત્યારે માંગરોળમાં દશેરાનાં દિવસે ધૂન મંદિર ખાતે બજરંગીઓને ત્રિશુલ દીક્ષા શસ્ત્ર પૂજન કારસેવક દાનભાઈ ખાંભલા, હરીભાઈ સોલંકી, હિતેશભાઈ પંડિતનું સંતો તથા આગેવાનો દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સંજોગો વસાત કારસેવક સુધીરભાઈ રાજ્યગુરૂ, ભાવેશભાઈ કુબાવત ઉપસ્થિત રહી શક્યા નહોતા એક કારસેવક કાનજીભાઈ બારડ સ્વર્ગવાસ પામેલ છે. સંતો તથા આગેવાનોનું વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળનાં હોદેદારો દ્વારા સંતોનું તેમજ આગેવાનોનું પુષ્પગુચ્છથી તેમજ વિશ્વ હિંદુ પરિષદનાં ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ માંગરોળ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદમાં પ્રફુલભાઈ નાંદોલાને મંત્રીની અને પંકજભાઈ રાજપરાની સહમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશ્વ હિંદુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયાએ કર્યું હતું. બજરંગદળનાં ત્રિશુલ દિક્ષાર્થીઓર્ની શપથ વિધિ વિશ્વ હિંદુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઇ લાલવાણીએ કરાવી હતી. આ કાર્યક્રમમાં બીજેપી શહેર પ્રમુખ જાયંટ્‌સ ગ્રૂપના ડાયરેકટર સુખાનંદી બાપુ, પીપલ્સ બેંકનાં ડાયરેકટર હરિશભાઈ રૂપારેલિયા, શહેર બીજેપી પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, પ્રફુલભાઈ છાંટબાર, જીતુભાઇ પરમાર, શ્રી રામધૂન મંડળનાં પ્રમુખ તરૂણગીરી બાપુ, ઇજીજીનાં કેતનભાઈ નરશાણા, જીતુભાઇ ચાવડા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વીએચપી પ્રમુખ પ્રકાશભાઇ લાલવાણી, મહેસ ઘેરવડા, બજરંગદળ પ્રમુખ અમિસભાઇ પરમાર, હિતેશ અગ્રાવત, દિપક સોલંકી, ઉમેશ મછ, ધવલ પરમાર, વીએચપી બજરંગદળનાં કાર્યકરો વિગેરે જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!