દેલવાડામાં ઝુલતા મિનારા મસ્જિદને ઇદે મિલાદ નિમિત્તે શણગારવામાં આવી

ઉના પંથકના દેલવાડા ગામમાં ૧૩મી સદીની ઐતિહાસિક ઝુલતા મિનારા મસ્જિદ આવેલી છે. જેના બન્ને મિનારા એક સાથે ઝૂલે છે તે મસ્જિદને આગામી તા.૩૦ને શુક્રવારના રોજ ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર સાહેબના જન્મદિવસ (ઇદે મિલાદ) નિમિત્તે ફરતી મસ્જિદને દેલવાડા મુસ્લિમ મલેક જમાતના યુવાનો દ્વારા અવનવી લાઈટોથી શણગારવામાં આવેલી છે જેને જોઈ ચાર ચાંદ લાગી ગયા હોય તેવું દ્રશ્ય નજરે પડે છે. તેમજ સરકારની ગાઈડ લાઇન મુજબ ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરના જાહેરનામાને માન આપી ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પણ આયોજન કર્યા વગર સાદગી રીતે તહેવાર ઉજવવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!