કોરોનાની મહામારી વચ્ચે માં જગદંબાની આરાધનાના ભાગરૂપે સેજની ટાંકી પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા દિકરીઓએ માં ના ગરબા બોલી આરાધના કરેલ હતી તા.૨૩-૧૦-૨૦૨૦ અષ્ટમીના નોરતે અંધ દિકરીઓએ રાસગરબા રમીને ઉપસ્થિત રહેલ મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ તકે દાતા હીનાબેન કેશવાલા(અમેરીકા) દ્વારા દિકરીઓને ડ્રેસ આપાયા હતા. રાસગરબામાં રમેશભાઈ શેઠ, બટુકબાપુ, વિજયાબેન લોઢીયા, ભાનુબેન લોઢીયા, ભરતભાઈ વ્યાસ, હીનાબેન કારાવદરા, જયોતીબેન કેશવાલા, ડો.ડી.પી.ચીખલીયા, પરાગભાઈ કોઠારી, સરોજબેન કોઠારી, રાજેશભાઈ લાલચેતા, સી.જે. ડાંગર, મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડીયા, કમલેશભાઈ પંડ્યા, સંતોકબેન મુદ્રા, કેતનભાઈ નાંઢા, પ્રવિણભાઇ જોષી, મનોજભાઈ સાવલીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, મુકેશગીરી મેઘનાથી વગેરેએ જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews