સરકારે RTEની ફીની રકમમાં ૨૫ ટકા ઘટાડયા, ખાનગી શાળા સંચાલકોને વધુ એક આર્થિક માર

સરકારે ખાનગી શાળા સંચાલકોને વધુ એક ફટકો માર્યો છે. સરકાર પોતે શાળા સંચાલકોને આરટીઇ હેઠળ વિદ્યાર્થી દીઠ ૧૦,૦૦૦ રૂપિયાની ફી આપે છે, તેમા ૨૫ ટકા કાપ સરકારે જાતે જ કરીને ખાનગી સ્કૂલ સંચાલકોને તે ફી ચૂકવી. જ્યારે વાસ્તવમાં સરકાર અને ખાનગી શાળા સંચાલકો વચ્ચે આ મુદ્દે તો કોઈ વાત જ થઈ નથી. સરકારે આમ ફી ઘટાડાનો ર્નિણય પોતાની જાતે લાગું કર્યો છે. આ અંગે શાળાકીય સંચાલકોએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના શાળા સંચાલકોએ કોરોનાનાં વિપરીત કાળમાં હકારાત્મક અભિગમ દાખવી સતત શિક્ષણ કાર્ય ચાલું રાખેલ છે. વાલીઓને પડેલ મુશ્કેલીમાં સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલ અને વિદ્યાર્થીઓ અને સમાજના વિશાળ હિતમાં ગતવર્ષ ૨૦૧૯-૨૦ મુજબની જ સ્કૂલ ફી લેવી અને વર્ષ ૨૦૨૦-૨૧ની શૈક્ષણિક ફીમાં ૨૫ ટકા જેવો અસહ્ય ઘટાડો સ્વીકાર્યો હતો. આ ફી ઘટાડાની સમજૂતીનો ઉદ્દેશ્ય વાલીઓને સહયોગ આપવાનો હતો. પરંતુ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ની RTEનાં વિદ્યાર્થીઓની ફી કે જે ખરેખર નામદાર હાઇકોર્ટના આદેશ મુજબ સરકાર દ્વારા એક વિદ્યાર્થી પાછળ થતાં ખર્ચ મુજબ ચૂકવવાની થાય છે. જે સરકારી આંકડાઓ મુજબ વિદ્યાર્થી દીઠ આશરે ૪૦,૦૦૦ થી ૪૫,૦૦૦ જેટલો થાય છે, જેના બદલે સરકાર ફક્ત ૧૦,૦૦૦ રૂપિયા જ વિદ્યાર્થી દીઠ ચૂકવે છે, તેમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. તાજેતરના સરકારી પરિપત્ર મુજબ આ રકમમાં પણ ૨૫ ટકા ઘટાડો કરવા સૂચના અપાઇ છે. આ મુજબ સ્કૂલને ફક્ત રૂપિયા ૭,૫૦૦ રૂપિયા જ મળનાર છે. સરકાર દ્વારા સમાજના અનેક વર્ગને આર્થિક સહાય જાહેર થયેલ છે જે ખૂબ જ સારી વાત છે. શાળા સંચાલકો પણ વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જ આર્થિક મુશ્કેલીઓ ભોગવી રહેલા છે. ત્યારે સરકાર દ્વારા હાઇકોર્ટના આદેશ મુજબ પૂરી રકમ ચૂકવવા ને બદલે ફક્ત રૂપિયા ૭,૫૦૦ ચૂકવવાનો ર્નિણય ખૂબ જ નિરાશાજનક છે. ગુજરાત રાજ્ય ર્સ્વનિભર શાળા સંચાલક મહામંડળ આ ર્નિણયનો વિરોધ કરે છે અને રાજ્ય સરકારને ખાસ આગ્રહ કરે છે કે નામદાર હાઈકોર્ટનાં આદેશ મુજબ તમામ શાળાઓને પૂરી રકમ ચૂકવે. આ અંગે સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, સલાહકાર ડી.વી.મેહતા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, રાજાભાઈ પાઠક, રાજેશભાઈ નાકરણી વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!