સટ્ટોડીયાઓની માયાજાળથી દિવાળીનાં તહેવારો પૂર્વે જ સિંગતેલનાં ભાવ અસમાને

0

ગરીબોનાં કૂબામાં તેલનું ટીપુ‘દોયલું લાખો ખાંડી લૂટનારા મહેફીલે મંડાઈ, કવિની આ પંકતીઓ આજના સમયમાં બરાબર ફીટ બેસી છે. તેલનાં ભાવમાં ડબ્બે રૂા.૧૩૦ સુધીનો વધારો થયો છે. દિવાળીનાં તહેવારોનાં સંદર્ભમાં ગરીબ-મધ્યમ વર્ગ માટે આ ભાવ વધારો અસહ્ય છે. તેલીયા લોબીના સટ્ટોડીયાઓ તેલનાં ભાવ આસમાને ચડાવી દીધા છે. સટ્ટોડીયા ઉપર લગામ કરવામાં સરકાર નિષ્ફળ રહ્યાનું જનતામાં ચર્ચા છે. આજનાં મોંઘવારીનાં યુગમાં ચીજવસ્તુઓનાં ભાવ કૂદકે-ભૂસકે વધી રહ્યા છે. પરંતુ ખાદ્યતેલનો ભાવ વધારો સીધો ગરીબ-મધ્યમ વર્ગનાં જીવન ઉપર અસર કરે છે ખાદ્ય તેલ એ આવશ્યક ચીજવસ્તુ છે. ખાદ્ય તેલનાં ભાવમાં ભડકો પ્રજાનાં અંગ દઝાડી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં ડબ્બે રૂા.૭૦નો વધારો થયો છે. ૩૦-૩૦નાં જંપ સાથે એક સપ્તાહમાં ડબ્બે રૂા.૧૩૦નો તોતીંગ ભાવ વધારો નોંધાયો છે. માર્કેટ યાર્ડમાં મગફળીનાં પાકની મબલખ આવક થઈ રહી છે. તેલનાં ભાવોની સરખામણીમાં મગફળીમાં એટલો ભાવ વધારો થયો નથી. એક તરફ ખેડૂત લુંટાઈ છે. બીજી તરફ ગરીબ-મધ્યમ વર્ગ મોંઘવારીમાં પીસાય છે. તેલનાં સટ્ટોડીયાઓ નિરકુંશ થયા છે. સરકાર મુક પ્રેક્ષક બનીને તમાશો જાેઈ રહી છે. ડુંગળી કસ્તુરી બની હોઈ છે. તો ખાદ્યતેલ ઝાંઝવાનું જવ બની ગયું છે. સિંગતેલનાં ડબ્બાનાં ભાવ હાલમાં રૂા.ર૩ર૦ થી ર૩૬૦ સુધી છે. જયારે કપાસીયા તેલ ડબ્બાનાં ભાવ રૂા.૧પ૯૦ થી ૧૬રપ સુધી છે. ખાદ્યતેલોનાં ભાવ કૂદકે-ભૂસકે વધતા પ્રજાની કમર તુટી ગઈ છે. ર૦૧૮નાં વર્ષમાં ઓણસાલ જેટલું મગફળીનું ઉત્પાદન ન હતું. છતા ત્યારે સિંગતેલનાં ડબ્બાનો ભાવ રૂા.૧૬ર૦ થી ૧૬૪૦ સુધી હતો. તેમજ કપાસિયા તેલનાં ડબ્બાનો ભાવ રૂા.૧૧૩૦ થી ૧૧૬૦ જેટલો હતો. ર૦૧૮ની સરખામણીમાં આ વર્ષે ર૦ર૦માં વરસાદ સારો થતા માર્કેટ યાર્ડમાં મગફળી વિપુલ આવક ચાલું છે. આગામી દિવાળીનાં તહેવારોમાં તેલનાં ભાવ વધારાથી લોકોનાં તહેવાર ફિકા થઈ ગયા છે. નિરકુંશ સટ્ટોડીયાઓને નાથવામાં સરકાર નિષ્ફળ રહ્યાની ચર્ચા પ્રજામાં થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!