વેરાવળમાં કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા રોમીયોગીરી કરતા યુવાનને કાયદાનો પાઠ ભણાવી ફરી ક્યારેય પણ આવી ભુલ કરીશ નહીં તેવી લેખીત બાંહેધરી લીધેલ છે. વેરાવળ તાલુકામાં એક યુવતીને તેનો પાડોશી યુવાન ત્રણ મહિનાથી પાછળ પાછળ જઈ પીછો કરી યુવતીને અવાર નવાર હેરાન પરેશાન કરી અપશબ્દો બોલી મિત્રતાની માંગણી કરતો હોય અને જો કોઈને જાણ કરીશ તો તારા માતા-પિતાની હાલત ખરાબ કરીશ તેવી ધમકી આપી જબરજસ્તી કરતો હતો. જેથી કંટાળી યુવતીએ હિમંત દાખવી ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી મદદ માંગતા કાઉન્સીલર સંતોકબેન માવદીયા, પો.કો. સોનીબેન સહિત સ્થળ ઉપર દોડી ગયેલ હતા. જયાં યુવતી ગભરાયેલ હોવાથી તેને આશ્વાસન આપેલ અને શાંતિપૂર્વક બેસાડીને સંપૂર્ણ બનાવ વિષે પૂછપરછ કરેલ અને રોમીયોગીરી કરતા યુવાનને બોલાવી કાયદાકીય પાઠ ભણાવ્યો હતો. રોમીયોગીરી કરતા યુવાન પાસેથી ફરી ક્યારેય પણ આવી ભુલ નહીં કરૂ તેવી લેખીત બાંહેધરી લીધેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews