જૂનાગઢ મહાનગરપાલિકામાં આસી. કમિશ્નરની થનારી નિમણૂંક સામે વિવાદ ઉભો થયો છે અને જૂનાગઢનાં જીજ્ઞેશ જયેન્દ્રકુમાર પંડયા અને તુષાર સોજીત્રાએ રાજયનાં ચીફ સેક્રેટરીને વિસ્તૃત રજુઆત કરીને આ બાબતે યોગ્ય કરવાની માંગણી કરી છે. જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં કર્મચારીઓના નવા સેટઅપને મંજુરી અપાઈ છે. જે હવે કમિશ્નર દ્વારા વહિવટી મંજુરી અપાયા બાદ ગાંધીનગર મોકલાશે. આ સેટઅપમાં મનપાના જે આસી. કમિશ્નરને ડેપ્યુટી કમિશ્નર પદે બઢતી આપવાની ભલામણ કરાઈ છે તેની સામે જૂનાગઢના બે નાગરીકોએ વાંધા અરજી દાખલ કરી છે. જૂનાગઢના જીજ્ઞેશ જયેન્દ્રકુમાર પંડયા અને તુષાર પ્રવિણભાઈ સોજીત્રાએ જૂનાગઢના મ્યુ.કમિશ્નર અને રાજયનાં ચીફ સેક્રેટરી સહિતનાને કરેલી અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે, ડીએમસી તરીકે જેમને પ્રમોશન આપવાની ભલામણ છે તેમની સામે કોર્ટ કેસો અને એફઆઈઆરની વિગતો તપાસવામાં આવે તો ભૂતકાળમાં નાણાંકીય ઉચાપત બાબતે કાયદાકીય પ્રક્રિયા થઈ છે. બીપીએમસી એકટ મુજબ તેમની શૈક્ષણિક યોગ્યતા ચકાસવા પણ માંગણી કરાઈ છે. સાથે જૂનાગઢના પુર્વ કમિશ્નર વી.જે. રાજપૂતને જે રીપોર્ટના આધારે સસ્પેન્ડ કરાયા હતા. ડીસ્ટ્રીકટ જજ મેડમ બુખારીનાં રીપોર્ટમાં પણ આ વ્યકિતને દોષિત દર્શાવાઈ છે. જાે આમ છતાં આગળની પ્રક્રિયા હાથ ધરાશે તો ડેપ્યુટી કમિશ્નર સહિતના અધીકારીઓ સામે ન્યાયિક પ્રક્રિયાનો આશરો લેવાની ચિમકી પણ અપાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews