વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન નોર્થ ચેપ્ટર ધોરાજી વિંગની રચના

ધોરાજી ખાતે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન નોર્થ ચેપ્ટર અંતર્ગત યુથ વિંગ ધોરાજીની રચના કરવામાં આવી હતી. વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન નોર્થ ચેપ્ટરના ધોરાજી સીટીના ચેરમેન હાજી મુસ્તાક વાધરીયાની અધ્યક્ષતા હેઠળ આ યુથ વિંગની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે અંજુમનએ ઇસ્લામ મેમણ મોટી જમાતના પ્રમુખ, હાજી અફરોઝભાઈ લકડકુટા, સેક્રેટરી હાજી હમીદભાઈ ગોડીલ, ઉપપ્રમુખ હાજી ઈમ્તિયાઝભાઈ સુપેડીવાલા, ઉપપ્રમુખ હાજી અઝીમભાઈ છાપાવાલા ઉપરાંત અન્ય કારોબારી સભ્યો અને મહામંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાજી નૌશાદભાઈ ગોડીલ, પ્રેસિડેન્ટ યુથ વિંગ ધોરાજી મહેમુદભાઈ ઝૂંણઝૂણીયા, સેક્રેટરી યુથ વિંગ ધોરાજી, સભ્યો ઈરફાનભાઈ બેરિંગવાલા, હાફિઝ રિફાક્ત, અહેમદભાઈ લાખાણી, સકલેનભાઈ નુરાની, અહેમદભાઈ વાધરીયા, મુસ્તકિમભાઈ વાધરીયા, ઉવેશભાઈ તુંમબી, અબરારભાઈ ગગન, સિદ્દીકભાઈ માંકડા, ફૈઝલભાઈ નવિવાલા, મોહંમદભાઈ હસનફતા, શકીલભાઈ મોતીવાલાની નિમણુંક કરવામાં આવી હતી. આ કમીટીની રચના મેમણ સમાજ અને મુસ્લિમ સમાજમાં સેવા કરવા માટે અને જરૂરિયાત ધરાવતા લોકોને મદદ કરવા માટે કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!