દેશમાં કોરોનાનો ૯૦.૮૫ ટકા રિકવરી રેટ સાથે કુલ ૭૨.૭૬ લાખ લોકો સાજા થયા

0


ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૮૦ લાખને પાર કરી ગઈ છે કોરોના વાયરસનો પ્રકોપ ધીમે ધીમે ઉતરી રહ્યો છે, કોરોનાથી અત્યાર સુધીમાં ૭૨ લાખથી વધુ લોકો સાજા થયા છે જ્યારે ૧.૨૦ લાખ લોકોનાં કોરોનાથી મોત નીપજ્યા છે હાલમાં ૬.૦૯ લાખ કેસો સારવાર હેઠળ છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડાઓ મુજબ દેશમાં ૨૪ કલાકમાં કોરોના નવા ૪૩,૮૯૩ કેસ નોંધાયા છે જ્યારે ૫૦૮ લોકોનાં મોત થયા છે. એક દિવસમાં ૫૮,૪૩૯ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. કોરોના રિકવરી રેટ ૯૦.૮૫ ટકા થયો છે જ્યારે મૃત્યુદર ૧.૫૦ ટકા પર અટકેલો છે. કોરોના સંક્રમિતોનાં કુલ ૭.૬૪ ટકા લોકો કોરોના સારવાર હેઠળ છે.કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૮૦,૧૩,૦૨૩ પર પહોંચી ગઈ છે. દેશમાં જીવલેણ કોરોના વાઈરસ કુલ ૧,૨૦,૪૨૭ લોકોને ભરખી ચૂક્્યો છે. એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૧૫,૦૫૪ ઘટાડો થયો છે. જેનાથી અત્યારે દેશમાં કુલ ૬,૦૭,૭૮૯ એક્ટિવ કેસ બચ્યાં છે. જાે દેશમાં કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો, ભારતમાં ૨૭ ઓક્ટોબર સુધી ટેસ્ટિંગનો આંકડો ૧૦,૫૪,૮૭,૬૮૦ પર પહોંચી ચૂક્્યો છે. જેમાંથી ગઈકાલે ૧૦,૬૦,૭૮૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ભારતમાં કોરોના આંકડો સાત ઓગસ્ટે ૨૦ લાખ ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ અને પાંચ સપ્ટેમ્બરે સુધીમાં ૪૦ લાખને પાર કરી ગયો હતો અને ત્યાર બાદ ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ ૨૮ સપ્ટે. ૬૦ લાખ અને ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખને પાર થઈ ગયા હતાં.
આરોગ્ય સેતુ એપ જાહેર-ખાનગી સહયોગથી બનાવાઇ ઃ છેવટે સરકારનો અસ્પષ્ટ ખુલાસો
આરોગ્ય સેતુ એપ અંગે માહિતી પંચ સાથે વિવાદ વકર્યા બાદ સરકાર તરફથી ખુલાસો સામે આવ્યો છે. સરકારે કહ્યંુ છે કે, કોરોના વાયરસ સામે લડવા માટે રેકોર્ડ સમયમાં જાહેર અને ખાનગી સહયોગથી આરોગ્ય સેતુ એપ તૈયાર કરવામાં આવી. સાથે જ તેને અત્યંત પારદર્શી રીતે વિકસિત કરવામાં આવી છે. સરકારે એમ પણ કહ્યું કે, આરોગ્ય સેતુ એપને આશરે ૨૧ દિવસના રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવી હતી. સરકાર તરફથી કહેવાયુ છે કે, આરોગ્ય સેતુ એપના સંબંધમાં કોઇ શંકા હોવી જાેઇએ નહીં અને ભારતમાં કોરોના મહામારીને રોકવામાં મદદ કરવામાં તેની ભૂમિકા મહત્વની રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!