કેશોદમાં દાગીના બનાવી નહીં આપી અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની નોંધાઈ ફરીયાદ

0

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે સાંઈબાબા જવેલર્સ નામની દુકાનના વેપારીએ સોનાના દાગીના બનાવી નહીં દેતા અને જમા કરાવેલ સોનું ઓળવી જતાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આ બનાવ અંગે કૃષ્ણદાસ ગોકળદાસ જીલુવાડીયા (ઉ.વ.૪પ)એ રતીભાઈ નરશીભાઈ લોઢીયા, સુનીલભાઈ રતીભાઈ લોઢીયા વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપીઓને સાંઈબાબા જવેલર્સ નામની દુકાન હોય અને ફરીયાદી સાથે સારા સંબંધ હોય ફરીયાદીએ તેઓના ઘરમાં પડેલ સોનાના જુના ઘરેણાની એક સોનાની વીટી એક હાથમાં પહેરવાની સોનાની લકી તથા એક સોનાનો પેન્ડલ સેટ મળી કુલ ૩૩ ગ્રામ ર૪૦ મીલી ગ્રામ વજનનું ચાંદી જેની આશરે કિ.રૂા.૯૪૮૦૦/- ની આ કામના આરોપીઓની દુકાને ઘરેણા બનાવા જમ કરાવેલ હોય જેમાં કરાવેલ સોનામાંથી આ કામના આરોપીઓએ ઘરેણા બનાવી આપવાનો ફરીયાદીને વિશ્વાસ આપી ફરીયાદીએ મુદત સમયમાં ઘરેણા નહીં બનાવી આપી ફરીયાદીનું જમા કરાવેલ સોનુ-ચાંદી આરોપીઓએ ઓળવી જઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી એકબીજાની મદદગારી કરતા પોલીસે આ બનાવ અંગે ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.એન. ત્રિવેદીએ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!