જૂનાગઢની એક પરિણીત યુવતીએ તેના પતિ તથા સાસરીયા વિરૂધ્ધ શારીરિક -માનસીક ત્રાસ આપી તેમજ રૂા.૧.૬૦ લાખની રકમ અને સોનાનાં દાગીના રાખી લીધા હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં સ્વરા એપાર્ટમેન્ટ ૪-બી, ચોથો માળ ખાતે રહેતા તેજલબેન જયેશકુમાર પાઠક (ઉ.વ.૩૯)એ જયેશ રમણીકલાલ પાઠક (ઉ.વ.૩પ) રે.ઈશ્કોન ફલાવર બીએલકે- પ૦૪ બોપલ ધુમા રોડ અમદાવાદ, અમિત રમણીકલાલ પાઠક રહે.ગાંધીધામ મો.૯૩૭પ૩૯૪પ૧૧, રત્નાબેન અમિતભાઈ પાઠક, રીંકલબેન નરેન્દ્રભાઈ પુરોહિત રહે.જવાહર રોડ જૂનાગઢ, શીતલબેન પંકજકુમાર પુરોહિત રહે.વેરાવળ, મધુબેન રમણીકભાઈ પાઠક, રહે.ઈશ્કોન ફલાવર બીએલકે પ૦૪ બોપલ કુમ રોડ અમદાવાદ વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી યુવતીને તેના પતિ જયેશ રમણીકભાઈ તથા સાસુ, જેઠ-જેઠાણી અને બંને નણંદો મળી કરીયાવર બાબતે અવાર -નવાર મેણાં ટોણાં બોલતા તથા ફરીયાદીના પિતાને ચઢામણી કરતા જેથી તેમના પતિ ફરીયાદીબેનને ભુંડી ગાળો બોલી મારકુટ કરતા તેમજ ફરીયાદીના મમ્મી પાસે પૈસાની માંગણી કરતા અને ફરીયાદીની રૂા.૧,૬૦,૦૦૦/-ની એફ.ડી. તોડાવી રકમ આરોપી નં.૧એ રાખી લઈ તમામ આરોપીઓએ ફરીયાદીબેનને શારીરિક માનસીક દુઃખત્રાસ આપી સોનાના દર દાગીના તથા કવોલિફીકેશન તેમજ મેડીકલ પેપર રાખી લઈ આપવાનો ઈન્કાર કરી એકબીજાએ એક સંપ કરી મદદગારી કરી હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૪૯૮ (ક), ૩ર૩, પ૦૪, ૧૧૪ અને દહેજ ધારાની કલમ ૩, ૭, અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. વરીયા ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews