Wednesday, January 20

ખંભાળિયા : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે દેવભૂમિ દ્વારકા ભાજપના ઇન્ચાર્જ તરીકે કિરીટસિંહ રાણા અને પ્રદીપભાઈ ખીમાણી નિમાયા

ખંભાળિયા સહિત જિલ્લાના જુદાજુદા સ્થળોએ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લામાં ચૂંટણી ઇન્ચાર્જની નિમુણુંક કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને પ્રદીપભાઈ ખીમાણીની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકને જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જાેગલ, મુળુભાઈ બેરા, પી.એસ. જાડેજા, મેઘજીભાઇ કણજારીયા, કાળુભાઇ ચાવડા, મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણજારીયા, અનિલભાઈ તન્ના, કિશોરસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ પરમાર, જીજ્ઞેશભાઈ પરમાર, કાનભાઈ કરમુર વિગેર આગેવાનોએ આવકારી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!