ભાવનાબેન ચિખલિયા ફાઉન્ડેશનના પ્રમુખ ડો. દેવરાજ પાંચાભાઈ ચીખલીયા દ્વારા તારીખ ૧૩-૧૨-૨૦૨૦ ના રોજ ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન સંચાલિત“MAY I HELP YOU” (હેલ્પ ડેસ્ક) જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક મદદ તથા માહિતી કેન્દ્રનું ઉદ્ઘાટન જૂનાગઢના ધારાસભ્ય ભિખાભાઈ જાેષી, જુનાગઢના પ્રથમ નાગરિક મેયર ધીરૂભાઈ ગોહેલ, જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા, એડવોકેટ જયકિશન દેવાણી, કોંગ્રસના અમિતભાઈ પટેલ, પ્રેસ ક્લબના પ્રમુખ ક્રુષ્ણકાન્ત ભાઈ રૂપરેલીયા (કાનાભાઈ), ધીરૂભાઈ પુરોહિત, ડૉ વારા, કરસનભાઇ ધડુકની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
“MAY I HELP YOU” હેલ્પ ડેસ્કમાં રેવેન્યુ વિભાગ, પોલીસ વિભાગ, મહાનગપાલિકા, પંચાયત વિભાગ, સમાજ કલ્યાણ, વન વિભાગ, ખેતીવાડી વિભાગ, જાહેર બાંધકામ વિભાગ વગેરે જેવા તમામ સરકારી ખાતાઓ વિષે નિઃશુલ્ક મદદ તથા માહિતી જે તે ખાતાઓના નિવૃત્ત અધિકારીયો દ્વારા મળશે જેમાં એન. જી. ભંડેરી (નિવૃત્ત મામલતદાર), શ્રી ચાવડા (નિવૃત્ત ડીવાયએસપી), શ્રી પરમાર (નિવૃત્ત પીઆઈ), મેરામણભાઈ ખુન્ગલા (નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી, કાલિદાસ ડોમડિયા (નિવૃત્ત એએસઆઈ), ડો. વલ્લભભાઈ ધડુક, જીગ્નેશ પંડયા, તુષાર સોજીત્રા, એન.બી.દાફડા(નિવૃત્ત મામલતદાર) સેવા આપશે. આ અંગે ભાવનાબેન ચિખલિયા ફાઉન્ડેશન, ષ્ઠ/ર્- ત્રિમૂર્તિ હોસ્પિટલ, ભવનાબેન ચિખલિયા માર્ગ, બસ સ્ટેશન પાસે, જૂનાગઢનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews