જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારને બે મકાનોને તોડી પાડવા તંત્ર દ્વારા ડિમોલેશન

જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમા આજે સવારનાં ભાગે બે મકાનોને તોડી પાડવા પોલીસ, વહીવટી તંત્ર સહિતનો કાફલો આજે દોડી ગયો હતો અને મકાન તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. એક તકે તનાવભરી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લીધી હતી.
જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા બે મકાનોને તોડી પાડવાની કાર્યવહી અંતર્ગત આજે સવારનાં જીલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, જૂનાગઢ જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ડીવાયએસપી બારીયા, અને જૂનાગઢનાં શહેરનું પોલીસ તંત્ર તેમજ મામલતદારશ્રી, એસડીએમશ્રી અને ટીપીનાં અધિકારીઓ બનાવનાં સ્થળે પહોંચી ગયા હતાં અને દરમ્યાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો તો બીજી તરફ મકાન તોડવાની કામગીરી શરૂ થાય એ પહેલા તનાવ ભર્યુ વાતાવરણ સર્જાયુ હતું અને એક તકે મકાન ન તોડી દેવા માટે બેથી ત્રણ શખ્સો આડા બેસી ગયા હતાં પોલીસે તેઓને દુર કરી અને તંત્ર દ્વારા મકાન તોડવાની કામગીરી હાથ ધરી હતી.
મળતી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીનાં આદેશ અંતર્ગત ગાંધીગ્રામમાં આવેલા બે મકાનોને તોડી પાડવાનો આદેશ કર્યો હોવાનો અને આ આદેશને પગલે તંત્ર દ્વારા આ મકાન તોડી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ અગ્રણીઓ દ્વારા મુદત આપવાની માંગણી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!