જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર -કચ્છ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ થયાં હવામાનનાં પલટાના કારણે વાતાવરણ ઠંડુગાર બની રહયું છે. એક તો કમોસમી વરસાદ અને ત્યારબાદ ધુમ્મસની ચાદર આકાશમાં છવાઈ હતી અને ક્રમશ ઠંડીનો વધારો થઈ રહયો છે. ગઈકાલે પણ કાતિલઠંડીનો દોર શરૂ થયો હતો. આજે તાપમાનમાં ૩.૮ ડિગ્રીનો ઘટાડો થયો છે. અને જૂનાગઢ શહેરનું લઘુતમ તાપમાન ૧પ.૦૩, મહત્તમ ર૮ ડિગ્રી, ભેજ ,પ૪ ટકા તેમજ પવનની ગતિ ૬.પ રહી છે. જયારે ગિરનાર ઉપર આજે ૧૧ ડિગ્રી તાપમાન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
જૂનાગઢ શહેરમાં પડેલા કમોસમી વરસાદ અને દિવસભર ફુંકાયેલા પવનના કારણે વાતાવરણ ટાઢુંબોળ બની ગયું છે. દરમ્યાન હજુ સોમવારથી ઠંડીના પ્રમાણમાં વધારો થનાર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, હાલ વાતાવરણમાં આવેલા પલટાના કારણે કમોસમી વરસાદ પડયો છે. આ ઉપરાંત રવિવારે વાદળછાયા વાતાવરણ સાથે દિવસભર પવન ફુંકાયેલો હતો. પરિણામે બપોરના સમયે સુર્યનારાયણ ભગવાનની હાજરી હોવા છતાં પણ ઠંડી લાગણી હતી અને હુંફાળો તડકો લાગતો હતો. દરમ્યાન સોમવારે પણ પવન ફુંકાશે જેના કારણે ઠંડીની અસર રહેશે. એટલું જ નહીં સોમવારથી ઠંડીમાં પણ વધારો અનુભવાશે. રવિવારે લઘુત્તમ ૧૯.પ ડિગ્રી અને મહત્તમ ર૮ ડિગ્રી તાપમાન રહયું છે. જયારે ભેજનું પ્રમાણ સવારે ૬૧ ટકા અને બપોર બાદ ૩૪ ટકા રહયું હતું. તેમજ પવનની ઝડપ ૩.૮ કિલો મિટર પ્રતિ કલાકની રહી હતી. આમ, તેજ ગતિએ ફુંકાતા ઠંડાગાર પવનના કારણે લોકોએ દિવસભર ગરમ કપડાનો સહારો લેવો પડયો હતો. તેમજ ઘરના બારી, દરવાજા પણ બંધ રાખવા પડયા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews