જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટરી સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અંગે જાહેરનામાનો ભંગ કરતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના સોરઠ પંથકનાં તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવેલ છે.
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાને આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડીવાયએસપી એમ.ડી.બારીયા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એસ.ડાંગર, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સગારકા તથા સ્ટાફની જુદી જુદી ટીમો દ્વારા જૂનાગઢ શહેર વિસ્તારના જુદા જુદા પોઇન્ટ ઉપર ચેકીંગ હાથ ધરી, માસ્ક વગર ફરતા લોકોને માસ્ક નહીં પહેરવા બદલ
રૂા. ૧,૦૦૦ દંડ કરવાની સાથે સાથે જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકોને મફતમાં માસ્ક પહેરાવવામાં આવેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકોને દંડ કરી, જરૂરિયાતમંદ લોકોને તથા ગરીબ બાળકોને મફતમાં માસ્ક પહેરાવવાનો નવતર પ્રયોગ કરી, લોકો બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરવા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી, કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ નવતર પ્રયોગની કાર્યવાહી દરમ્યાન જૂનાગઢ શહેર વિસ્તારમાં
એ, બી, સી, તાલુકા, ભવનાથ, મેંદરડા, વિસાવદર, જેવા પોલીસ સ્ટેશન દ્વારા જૂનાગઢ ડિવિઝન વિસ્તારમાં આજદિન સુધીમાં કૂલ ૨૧,૭૨૦ લોકોને તેમજ જૂનાગઢ જિલ્લામાં કુલ ૫૪,૨૧૨ લોકોને દંડ કરી, અસંખ્ય વ્યક્તિઓને માસ્ક પહેર્યા વગર નીકળતા પકડી પાડી, દંડનીય કાર્યવાહી કરી, જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે માસ્ક પહેરાવી, કાયમી માસ્ક પહેરવા જાણ કરી, જનજાગૃતિ લાવવામાં આવી હતી.
સામાન્યરીતે, લોકો દ્વારા ગળામાં માસ્ક લટકાવી રાખવામાં આવે છે અથવા ખિસ્સામાં રાખવામાં આવે છે અને પોલીસને જાેઈ જતા અથવા પોલીસ દ્વારા ટોકવામાં આવે ત્યારે જ માસ્ક પહેરવામાં આવે છે. પોલીસ દ્વારા આવા લોકોને પોતાના સ્વાસ્થ્ય અને કુટુંબ તથા સમાજના સ્વાસ્થ્ય સાથે રમતા હોવાની ટકોર કરી, જુનાગઢ પોલીસ દ્વારા માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા આવા લોકોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા, માસ્ક પહેરવું અનિવાર્ય હોવાનું જણાવી, જૂનાગઢવાસીઓને પોલીસ દંડ કરે એ વિકલ્પ નથી પણ માસ્ક પહેરવું એ લોકોના હિતમાં હોવાનું પણ સમજાવવામાં આવેલ હતું. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા બહાર નીકળતા લોકોને માસ્ક નહીં પહેરવા બાબતે દંડનીય કાર્યવાહી સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે માસ્ક પહેરાવવાની નવતર પહેલની જૂનાગઢ શહેરમાં પ્રસંશા સાથે હવે લોકોએ સાવચેતી રાખી, માસ્ક પહેરવા જાેઈએ, એવી ભાવના પણ જાગૃત થયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews