જૂનાગઢમાં સિવીલ હોસ્પીટલમાં ઈન્ટરનલ તબીબોની હડતાળ : મહત્વની સેવાઓને અસર

ગુજરાત સરકાર દ્વારા કાર્યરત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને તેને સલંગ્ન હોસ્પિટલોમાં ઈન્ટરનલ તબીબો તરીકે ફરજ બજાવતા ડોકટરોને સ્ટાઈપેન્ડનાં મુદે આજે કામગીરીથી અળગા રહયા છે. અને જૂનાગઢ સહિત રાજયની વિવિધ સિવીલ હોસ્પિટલોનાં ઈન્ટરનલ તબીબોએ હડતાળ શરૂ કરી છે અને તેઓની માંગ અનુસાર રાજય સરકારશ્રી દ્વારા તત્કાલ ન્યાયપૂર્ણ કાર્યવાહી હાથ ધરે તેવી માંગણી કરી છે. ૧ર ડિસેમ્બરે જૂનાગઢની ર૭પ જેટલી ખાનગી હોસ્પિટલના ૩રપ જેટલા તબીબો તેમજ ૭૦ જેટલા ડેન્ટલ તબીબો મળી ૩૯પ જેટલા ખાનગી તબીબોએ હડતાળ પાડી હતી. એ એક દિવસીય હડતાળ પુરી થઈ છે. ત્યાં હવે જીએમઈઆરએસ મેડીકલ કોલેજ અને તેની સાથે સલંગ્ન સિવીલ હોસ્પિટલમાં એમબીબીએસ પુર્ણ કરી ઈન્ટર્ન તબીબની ફરજ બજાવતા ડોકટરોએ પણ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આ અંગે જૂનાગઢની જીએમઈઆરએસ મેડીકલ કોલેજના ઈન્ટર્ન તબીબો વતી શ્યામ રેડ્ડીએ જણાવ્યું છે કે, અમે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરાયેલ જીએમઈઆરએસ મેડીકલ કોલેજ જૂનાગઢ અને તેને સલંગ્ન સિવીલ હોસ્પિટલમાં કોવિડ ૧૯ ડેડીકેટેડ સેન્ટર ખાતે એપ્રિલ માસથી ફરજ બજાવીએ છીએ. વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ સમયમાં અને સરકારના કોવિડ ૧૯ ડેઝીએટેડ સેન્ટર ખાતે કાર્ય કરી સિનીયર ફેકલ્ટી તબીબો, રેસીડન્ટ તબીબો અને અન્ય પેરામેડીકલ સ્ટાફ સાથે જાેડાઈ સેવામાં યોગદાન આપ્યું છે. પરંતુ આ સમયગાળા દરમ્યાન અમને મહિને માત્ર ૧૩,૦૦૦ રૂપિયાનું નાણાંકીય વળતર વેતન સ્વરૂપે મળ્યું છે. આ રકમ અન્ય રાજયો તેમજ ગુજરાત સરકારના તબીબી છાત્રોને કોવિડ સહાયક માટેનાં કરાયેલા ઠરાવ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોવિડ ૧૯ની ફરજ બજાવતા તબીબી છાત્રોને મળતી રકમ કરતા ઘણી જ ઓછી છે. ત્યારે અમારી માંગણી છે કે, જૂનાગઢ જીએમઈઆરએસ મેડીકલ કોલેજનાં ઈન્ટર્ન તબીબોને ૧૩,૦૦૦ના બદલે માસિક ર૦,૦૦૦નું સ્ટાઈપેન્ડ મળે અને તેની અમલવારી એપ્રિલ ર૦ર૦ થી લાગુ કરવામાં આવે. આ માંગને લઈ જૂનાગ સિવીલ તથા જૂનાગઢ મેડીકલ કોલેજના ડીનને રજુઆત કરી હતી અને અલ્ટિમેટ આપ્યંુ હતું જેની મુદત પુર્ણ થઈ ગઈ છે. પરિણામે ૧૪ ડિસેમ્બરથી ૧૪૯ ઈન્ટર્ન તબીબો પોતાની કામગીરીથી અળગા રહેશે. એટલું જ નહિ જયાં સુધી આ મામલે નિર્ણય કરવામાં નહિ આવે ત્યાં સુધી ઈન્ટર્ન તબીબો પોતાની કામગીરીથી અળગા રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!