માણાવદર તાલુકાનાં કતકપરા ગામે અગાઉનાં મનદુઃખે હુમલો

માણાવદર તાલુકાનાં કતકપરા ગામે અગાઉના મનદુઃખે હુમલાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કતકપરા ગામનાં  ભાવેશભાઈ હરીભાઈ ચાવડાએ અબ્દુલભાઈ હુસેનભાઈ, અલ્તાફ હુશેનભાઈ, હુસેનભાઈ ઈસ્માઈલભાઈ, હુસેનભાઈની પત્ની વગેરે વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના ફરીયાદી બજારમાં નિકળતા આ કામના આરોપીએ અગાઉનાં મનદુઃખના કારણે આરોપી નં.૧ તથા બે નાઓએ ફરીયાદીને ગાળો આપી લોખંડના પાઈપ વડે હાથ તથા પગમાં માર મારી તથા આરોપી નં.૩ તથા ૪ નાઓએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એક બીજાની મદદગારી કરી ધમકી આપતા આ બનાવ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.જે. સીસોદીયાએ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!