માણાવદર તાલુકાનાં થાનીયાણા ગામે કેરોસીન છાંટી અગ્નિ સ્નાન કરી લીધાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે મૃતક પરિણીતાનાં ભાઈએ તેમની બહેનને સાસરીયા તરફથી દુઃખ ત્રાસ મળતો હોવાને કારણે તેણીએ શરીર ઉપર કેરોસીન છાંટી આગ ચાંપી મરવા માટે મજબુર કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર તા.૧૩-૧ર-ર૦ર૦નાં રોજ માણાવદર તાલુકાનાં થાનીયાણા ગામે બનેલા બનાવમાં થાનીયાણા ગામનાં રહેવાસી અને હાલ રાજકોટ રહેતા હર્ષાબેન વિજયભાઈ કડછી (ઉ.વ.૪ર) એ કોઈપણ અગમ્ય કારણોસર થાનીયાણા ગામે આવેલા મકાનના ધાબા ઉપર કેરોસીન છાંટી અને અગ્નિસ્નાન કરતા તેમનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન મૃતક હંસાબેનનાં ભાઈ કલ્પેશભાઈ મોહનભાઈ ઘોડાસરા રહે.રાજકોટાવાળાએ ચંદુભાઈ કાનજીભાઈ કડછી (સસરા), જયાબેન ચંદુભાઈ કાનજીભાઈ કડછી (સાસુ), ઈલાબેન હિતેષભાઈ લોરીયા (નણંદ), રહે.ત્રણેય રાજકોટ મુળ રહે.થાનીયાણા વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીઓએ ફરીયાદીની બહેન હંસાબહેનને ઘરકામ બાબતે માનસીક દુઃખત્રાસ આપી મરવા માટે મજબુર કરતાં હંસાબેને થાનીયાણા ગામે પોતાના રહેણાંક મકાનને પોતાની મેળે શરીર ઉપર કેરોસીન છાંટી આગ ચાંપી સળગી જતા મરવા મજબુર કરવા અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદનાં નાયબ પોલીસ અધિકારી જે.ડી. ગઢવી ચલાવી રહયાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews