સરકારી ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજીસ્ટ્રેટશન સમયે ખેડુતોના ખોટા દસ્તાકવેજાે અપલોડ થયા હોવાનું અન્ન નાગરીક પુરવઠા નિગમના ઘ્યાને આવેલ છે. જેથી નિગમના આદેશથી ગીર સોમનાથ જીલ્લામાં રજીસ્ટ્રેશન થયેલા ૨૧ હજાર ખેડુતોના દસ્તોવેજાેના વેરીફીકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ૬ હજારથી વઘુ ખેડુતોના રજીસ્ટ્રેશનમાં રજુ કરાયેલા ડોકયુમન્ટસો અધુરા અથવા શંકાસ્પદ હોવાનું બહાર આવતા તંત્ર ચાોંકી ઉઠયુ છે. આ બાબતે જીણવટભરી રીતે વેરીફીકેશનની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.
આ અંગે નિગમના જીલ્લા ગોડાઉન મેનેજર કેતુલ પટેલે જણાવેલ કે, ખરીદી ૨૦૨૦ અંતર્ગત ખેડુતો પાસેથી મગફળીની ખરીદી થઇ રહી છે. જે પ્રક્રિયામાં મગફળી સરકારને વેંચાણ કરવા માટે ખેડુતોએે વી.સી.ઇ. મારફત રજીસ્ટ્રેેશન કરાવેલ છે. જે કરાવતા સમયે અમુક ખેડુતો પાસેથી પૂરતા દસ્તાવેજ મેળવ્યા સિવાય ખોટા દસ્તાવેજાે અપલોડ કરીને વી.સી.ઇ. દ્વારા રજીસ્ટ્રેશન થયેલ હોવાનું નિગમના ઘ્યાને આવેલ છે. જેથી રજીસ્ટ્રેશન થયેલા ખેડુતોના અપલોડ થયેલા ડોકયુમેન્ટસનું વેરીફીકેશન કરવા જીલ્લા કક્ષાની એમ.એસ.પી. કામગીરી માટે નિમણૂંક કરાયેલ સી.એ. ટીમને સુપ્રત કરાયેલ છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં કુલ ૨૧ હજાર ૬૧૪ ખેડૂતોએ મગફળી વેંચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામના અપલોડ કરાયેલ ડોકયુમેન્ટોનાં વેરીફીકેશનની કામગીરી ચાલુ હોય જેમાં અત્યારસુધીમાં ૬,૧૦૧ ખેડુતોના ડોક્યુમેન્ટ અધુરા અથવા શંકાસ્પદ જણાય આવેલ છે. આ કાર્યવાહી હજુ ચાલુ છે.
વધુમાં નિગમની સુચનાથી વેરીફીકેશનની કામગીરી પુર્ણ થયા બાદ જે કોઇ ખેડુતોના ડોકયુમેન્ટસ અધુરા હોય કે ખોટા અપલોડ થયેલ હોય તેવા ખેડૂતો પાસેથી ખરીદી કરવાની નથી. જાે ખરીદી થઇ ગયેલ હોય તો તેઓને પેમેન્ટ કરવાનું થતું નથી. આવા કિસ્સામાં રજીસ્ટ્રેશન થયેલ ખેડુતોને એસ.એમ.એસ. કરવાના થાય ત્યારે તેમના તમામ ડોકયુમેન્ટસ મળેલ છે કે કેમ અને તેનું વેરીફીકેશન સી.એ. ટીમ દ્વારા કરવામાં આવેલ હોય તો તેનું સર્ટીફીકેટ મેળવીને જ એસ.એમ.એસ. કરવાના છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews