કોરોના મહામારીના કારણે યાત્રાધામ સોમનાથના ભાંગી પડેલ પ્રવાસનને ફરી ધમધમતુ કરવા સોમનાથ મંદિર ટ્રસ્ટા દ્વારા આગામી ૩૧ ડીસેમ્બરના મિની વેકેશનને લઇને મહત્વની જાહેરાત કરી છે. જેમાં ટ્રસ્ટ હસ્તકના ગેસ્ટહાઉસો અને અતિથિગૃહોમાં તા.૧૫ ડીસેમ્બરથી ૩૧ જાન્યુઆરી દરમ્યાન રૂમો બુકો કરાવનાર પર્યટકોને ૧૫ થી ૨૫ ટકા સુધીનું બમ્પર ડીસ્કાઉન્ટ પ્રવાસીઓને આપવાનો ર્નિણય લેવાયાની જાહેરાત કરી છે.
આ અંગે ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, વૈશ્વીક કોરોના મહામારીના કારણે દરેક ક્ષેત્રમાં અને ખાસ કરીને વેપાર-ઉદ્યોગમાં તેની ગંભીર અસરો પડી છે. ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ થઇ ગયુ હોવાથી પંડી ભાંગવાના આરે પહોચ્યું છે. આ ઉદ્યોગ ઠપ્પ હોવાથી યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ નાના ધંધા કરતા લોકોની રોજગારીને ગંભીર અસરો પહોંચી છે. આવા સમયે હાલ ડીસેમ્બર માસ ચાલી રહયો છે. વર્ષના આ અંતિમ માસમાં લોકો હરવા ફરવા નિકળે છે જેમાં ફરવાલાયક સ્થેળો અને યાત્રાધામોમાં મોટી સંખ્યામાં લોકો ફરવા જતા હોય છે. ખાસ કરીને છેલ્લા થોડા વર્ષો દરમ્યાન ૩૧ ડીસેમ્બરના મિની વેકેશનમાં યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા આવે છે. તેને તથા સ્થાનીક લોકોને રોજગારી મળી રહે તેવા આશ્રયથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તા.૧૫-૧૨-૨૦ થી તા.૩૧-૦૧-૨૧ સુધી (દોઢ માસ)ના સમયગાળા દરમ્યાન ટ્રસ્ટના લીલાવંતી, મહેશ્વરી અતિથિભવન અને સાગરદર્શન અતિથિગૃહમાં રૂમો બુક કરાવનાર પર્યટકોને ભાડામાં ૧૫ થી ૨૫ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ આપવાનો ર્નિણય કરવામાં આવ્યોક છે. આ ડીસ્કાઉન્ટનો લાભ ઓનલાઇન કે ઓફલાઇન રૂમ બુકીંગ કરાવનાર તમામ પર્યટકોને મળશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews