જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને ઓળખ કાર્ડ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેતા ચેરેમન કિરીટભાઈ પટેલ

0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે કે, શાકભાજી ફળફળાદી સબ યાર્ડમાં પોતાની જણસી વેંચવા આવતા ખેડૂતો માટે બે શેડ (પ્લેટફોર્મ) બનાવાયા છે જેમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદીનું સીધું જ વેંચાણ કરી શકશે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમના નામે શેડમાં અન્ય લોકો વેંચાણ ન કરી શકે તે માટે ખેડૂતોને ઓળખકાર્ડ આપવાનો નિર્ણય કરાયો છે. ઓળખકાર્ડ માટે ૭/૧ર અને ૮/અ ની નકલ, ફોટો ઓળખ ચૂટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડમાંથી કોઈપણ એકની ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝના બે કલર ફોટા તા. ૩૧-૧ર-ર૦ર૦ સુધીમાં સબયાર્ડ કચેરી ખાતે આપવાના રહેશે તેમજ ખેડૂતે તેમનું નામ, સરનામું, મોબઈલ નંબર અવશ્ય લખાવવાના રહેશે. ઓળખ કાર્ડ બન્યા બાદ ખેડૂતે આપેલ નંબર ઉપર જાણ કરી રૂબરૂ ઓળખ કાર્ડ સુપ્રત કરાશે. આ અંગેની વધુ માહિતી માટે યાર્ડના સેક્રેટરી પી.એસ. ગજેરાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!