ગોંડલ : ભાજપના યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

0

ગોંડલના ધારાસભ્યના પુત્ર અને ભાજપના યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહજી જાડેજા(ગણેશભાઈ)નો તા. ૧-૧-૨૦૨૧ના રોજ જન્મદિવસ છે. ગોંડલ યુવા ભાજપમાં અને સૌરાષ્ટ્રના યુવાનોમાં પોતાની આગવી કાર્યશૈલી અને મળતાવડા સ્વભાવના લીધે જ્યોતિરાદિત્યસિંહ નાની ઉંમરમાં જ ખૂબ સારી લોકચાહના ધરાવતા થયા છે. ગોંડલ યુવા ભાજપ અને તેમજ ગોંડલની વિવિધ સંસ્થા દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન કરીને જ્યોતિરાદિત્યસિંહના જન્મદિવસને અલગ જ રીતે ઉજવવાનું નક્કી કરેલ છે. બ્લડ કેન્સર અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુને ધ્યાનમાં રાખી મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની રક્તતુલા પણ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!