આહીર એક્તા મંચ ગુજરાતના સ્થાપક અને અખિલ ભારતીય યાદવ મહાસભા(યુવા)-ગુજરાતના પ્રમુખ આહીર અર્જુન આંબલીયા દ્વારા કિસાન આંદોલનને સમર્થન કરવાના સંકેત આપ્યા છે. આહીર અર્જુનભાઇ અને ટીમ દ્વારા દેશના દરેક રાજ્યોના સામાજિક સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં દિલ્હી ખાતે ચાલતા આંદોલનને જય જવાન જય કિસાનના નાદ સાથે ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અને આહીર રેજીમેંટ માટે લડતા હજારો યુવાનો દિલ્લી ખાતે પહોંચી શકે છે. વધુમાં અર્જુન આહીરે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ૨૦ કરોડથી વધુ આહીર સમાજ છે અને ૭૦ થી ૮૦% સમાજ ખેતી સાથે સંકળાયેલ છે. ત્યારે મારા સમાજના વીરગતિ પામેલા જવાનોના સન્માન અને દેશમાટે બલિદાન આપવાની આહીર રેજીમેંટની માંગ સાથે ખેડૂતોને સમર્થન કરતા અમે જય જવાન જય કિસાનના નારાને સાર્થક કરશું. આહીર અર્જુન આંબલીયાએ અગાવ પણ ગુજરાત તથા દેશના વિવિધ રાજ્યોમાં રેલીઓ, યાત્રાઓ વગેરે કરી આહીર રેજીમેંટની માંગને વધુ મજબૂત કરી છે. ઉપરાંત ટિકટોક બહિષ્કાર અભિયાન, ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન વગેરે કારી રાષ્ટ્ર હિતના કાર્યો કર્યા છે. ત્યારે કિસાન આંદોલનમાં અર્જુન આહીરની પ્રતિક્રિયા આંદોલનને વધુ મજબૂત બનાવી શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews