જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંન્દરસિંહ પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ કાર્યરત હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઈ બડવાને ખાનગી રાહે બાતમી મળી હતી કે જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહીબીશનધારા હેઠળના કેસમાં નાસતા ફરતા અરોપી દિપક ઉર્ફે રવિ દુકો કાન્તીભાઈ ચૌહાણ (ઉ.વ. રપ) અને યોગેશ દેવશીભાઈ ઉર્ફે પોલાભાઈ પરમાર (ઉ.વ. ર૬ – બંને આરોપી રહે. આંબેડકરનગર, જૂનાગઢ) નીચલા દાતાર રોડ ઉપર ઉભા છે. તે બાતમીને આધારે બંને શખ્સો મળી આવતાં જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે. આ કામગીરીમાં જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ એચ. આઈ. ભાટી, પોલીસ હેડ કોન્સ્ટેબલ વી. એન. બડવા, એસ. એ. બેલીમ, પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઈ બડવા, કરશનભાઈ કરમટા, ભીખુભાઈ ઓડેદરા વગેરે કર્મચારીઓ જાેડાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews