મેંદરડા ખાતે શિક્ષણ વિભાગના આઠમા કેમ્પમાં ૪૫૭ લોકોએ કર્યુ રક્તદાન

જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તા.૧૨ જાન્યુઆરીના રોજ મેંદરડાની જી.પી. હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓ જાેડાઇ રક્તદાન કર્યું હતું. સવારના ૯ થી ૨ વાગ્યા સુધીના આ રક્તદાન કેમ્પમાં ૪૫૭ લોકોએ રકતદાન કરતા રકતની ૪૫૭ બોટલ એકત્રીત કરાઇ હતી.
સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે તા.૧૨ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી મેંદરડાની જી.પી. હાઇસ્કુલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા, રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રફુલ જલુ તથા શિક્ષણ વિભાગના સચિવ વિનોદરાય જાેડાયા હતા અને આ કેમ્પ બદલ જૂનાગઢ શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષણ સચિવ વિનોદરાયની પ્રેરણા અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તથા શિક્ષણ પરિવારના માર્ગદર્શન હેઠળ મેંદરડા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૪૫૭ રક્તની બોટલ એકત્રીત કરાઇ છે. આ રક્તદાન કેમ્પમાં શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓ જાેડાયા હતા અને રક્તદાન કરી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ રક્તદાન કેમ્પમાં પ્રથમ વખત રક્તદાન કરનાર શિક્ષિકા મનીષાબેન દુધાત્રાએ કહ્યું કે, પ્રથમ વખત રક્તદાન કરીને સારૂ લાગ્યું છે. હવે આવા કેમ્પમાં રક્તદાન કરતી રહીશ. તે ઉપરાંત મેંદરડાની સીમ શાળામાં ફરજ બજાવતા શિક્ષક મીતુલ જીલડીયાએ જણાવ્યું હતું કે, મે અત્યાર સુધીમાં ત્રણ વખત રક્તદાન કર્યું છે. રક્તદાનથી કોઇની જીંદગી બચે તે માટે રક્તદાન કરવું જાેઇએ એટલે હું રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી મારી ફરજ બજાવું છું.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને વહીવટી તંત્ર દ્વારા તાલુકા મથકે રક્તદાન કેમ્પનું આયોજન કરાઇ છે. અત્યાર સુધીમાં ૭ રક્તદાન કેમ્પ કરી ૧૫૫૬ બોટલ રક્ત એકત્રીત કર્યું છે અને આ રક્તદાનની બોટલો જરૂરીયાતમંદ દર્દી માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં આપવામાં આવે છે તેમ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!