દસ મહિનાથી બંધ વેરાવળ-અમદાવાદ ટ્રેન આગામી તા.૨૧ જાન્યુઆરીથી પાટા ઉપર દોડશે

0

કોરોના મહામારીના કારણે દસ મહિનાથી બંધ વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેન સાંસદ રાજેશભાઈ ચુડાસમાની રજુઆત બાદ આગામી તા.૨૧મી જાન્યુઆરીથી ફરીથી પાટા ઉપર દોડતી થનાર હોવાની રેલ્વેએ સત્તાવાર જાહેરાત કરી છે. આ સુરપફાસ્ટ ટ્રેન દરરોજ વેરાવળથી રાત્રીના ૯ઃ૫૦ અને અમદાવાદથી રાત્રીના ૧૦ઃ૧૦ વાગ્યે ઉપડશે.
આ અંગે રેલ્વેએ એક યાદીમાં જણાવેલ કે, ૯૨૫૭-૯૨૫૮ વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન આગામી તા.૨૧ જાન્યુઆરીથી દોડવવાનું આયોજન કરાયેલ છે. જેમાં આ ટ્રેન પ્રથમ તા.૨૧ જાન્યુઆરીથી વેરાવળ સ્ટેશનેથી રાત્રીના ૯ઃ૫૦ વાગ્યે ઉપડી બીજા દિવસે વહેલી સવારે ૫ઃ૪૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. જયારે તા.૨૨ જાન્યુઆરીથી અમદાવાદ સ્ટેશનેથી રાત્રીના ૧૦ઃ૧૦ વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે ૬ વાગ્યે વેરાવળ પહોચશે. આ ટ્રેન બંને તરફથી ચોરવાડ રોડ, માળીયાહાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ, ભકિતનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, વિરમગામ સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર કલાસ, જનરલ શ્રેણીના ડબ્બા રહેશે. આ ટ્રેનનું રીઝર્વેશન બે-ત્રણ દિવસ બાદ શરૂ થઇ જશે.
અત્રે નોંધનીય છે કે, કોરોનાનું લોકડાઉન પુર્ણ થયુ ત્યારથી સોરઠ અને સૌરાષ્ટ્રવાસીઓ વેરાવળ-અમદાવાદ ટ્રેન શરૂ કરવા લાગણી વ્યકત કરતા હતા. જેને સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ વાચા આપી થોડા સમય પૂર્વે સોરઠની મુલાકાતે આવેલા પશ્ચીમ રેલ્વેના જીએમ સમક્ષ આ ટ્રેન શરૂ કરવા રજુઆત કરી હતી. આ અંગે રેલમંત્રી, ડીઆરએમ સહિતનાને લેખીત રજુઆત પણ કરી હતી. જેને સફળતા મળી હોય તેમ આ ટ્રેન આગામી તા.૨૧ જાન્યુઆરીથી ફરીથી પાટા ઉપર દોડતી થનાર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!