ગુજરાતની સરકારી ફિઝિયોથેરાપી-નર્સિંગ કોલેજાેમાં ૩૬૬, ર્સ્વનિભર કોલેજાેમાં ૧૪૦૦૦ બેઠકો હજુ પણ ખાલી

0

ફિઝિયોથેરાપી-નર્સિંગની સરકારી કોલેજમાં ખાલી પડેલી ૩૯૬ બેઠક માટે આજ તા.૧૮થી નવો ચોથો રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ રાઉન્ડમાં માત્ર સરકારી કોલેજની બેઠક ખાલી રહેતી હોવાથી જાહેર કરાયો છે. આ રાઉન્ડમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પૈકી જેઓને હોમિયોપેથી-આયુર્વેદમાં પ્રવેશ મળે તેમનો જ પ્રવેશ રદ કરવામાં આવશે. અન્ય વિદ્યાર્થીઓનો પ્રવેશ જે તા.૧૯મી પછી રદ કરવામાં આવશે નહીં તેવી તાકીદ પ્રવેશ સમિતિ દ્વારા આ કરવામાં આવી છે. ફિઝિયોથેરાપી-નર્સિંગમાં પ્રવેશના ત્રણ રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ર્સ્વનિભર કોલેજમાં અંદાજે ૧૪ હજાર બેઠક ખાલી પડી હતી. આ ખાલી પડેલી બેઠક આવું ભરવા ર્સ્વનિભર કોલેજ સંચાલકોને ૩.૩ સોંપી દેવામાં આવી છે. બીજી બાજુ કરાવ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજમાં પણ ૩૬૬ બેઠક ખાલી પડી હતી. આ ખાલી પડેલી બેઠક માટે નવો રાઉન્ડ કરવાનો હોવાથી પ્રવેશ સમિતિ દ્વારા તાજેતરમાં ચોથા રાઉન્ડની જાહેરાત કરી દીધી છે. જે પ્રમાણે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ ઇચ્છતો વિદ્યાર્થીઓએ તા.૧૮મી અને તા.૧૯મીએ ઓનલાઇન સંમતિ આપવાની રહેશે. તા.૨૦મીએ ભરેલી ૧ ચોઇસની જાહેરાત કરવામાં આવશે. તા.૨૦મીએ બપોરે ૨ વાગે મેરિટના આધારે કોલેજની ફાળવણી કરી દેવામાં આવશે. તા.ર૧મીથી રરમીએ બપોરે ૩.૩૦ સુધી ટયૂશન ફી બેંકમાં જમા કરાવવાની રહેશે. તા.૨૧ અને ૨રમીએ હેલ્પસેન્ટરમાં જઇને રીપોર્ટીગ કરાવવાનું રહેશે. પ્રવેશ રદ કરાવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને તા.૧૮મીથી તા.૧૯મી સુધીમાં પ્રવેશ રદ કરાવવાની સૂચના આપવામાં આવી છે. તા.૧૯મીએ બપોરે ૩-૩૦ પછી પ્રવેશ રદ થઇ શકશે નહીં તેવી સૂચના પણ પ્રવેશ સમિતિ દ્વારા આપવામાં આવી હતી. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજમાં પ્રવેશ મળે તો તેવા વિદ્યાર્થીઓ તા.૧૯મી પછી પણ પ્રવેશ રદ કરાવી શકશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. આમ, સરકારી કોલેજમાં પ્રવેશી લીધા પછી પણ કેટલા કે વિદ્યાર્થીઓને હોમિપોપેથી-આયુર્વેદમાં પ્રવેશ મળતો હોય તો પ્રવેશ ટ્રાન્સફર કરવાની છૂટ આપવાના કારણે સરકારી કોલેજમાં ફરીવાર બેઠક ખાલી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.
નસિંગમાં પ્રવેશની જુદી જુદી સમયમર્યાદાને લઇને વિસંગતતા
જીએનએમ નર્સિંગમાં પ્રવેશ માટેની સમયમર્યાદા ૩૧મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. બીજી બાજુ બી.એસ.સી. નર્સિંગમાં પ્રવેશ માટે તા.૨૮મી ફેબ્રુઆરીની જાહેરાત કરવામાં આવી છે. આમ, એક જ પ્રકારના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અલગ અલગ સમયમર્યાદાના કારણે અનેક પ્રકારની મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. પ્રવેશ સમિતિ દ્વારા હાલમાં નર્સિંગ કાઉન્સિલ સમક્ષ આ અંગેની સ્પષ્ટતા કરવા રજૂઆત કરવામાં આવી છે. કારણ કે એક નર્સિગમાંથી બીજા નર્સિંગ કોર્સમાં વિધાર્થીઓ પ્રવેશ ટ્રાન્સફર કરતાં હોય ત્યારે અલગ સમયમર્યાદામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તો ભારે મુશ્કેલી ઊભી થાય તેમ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!