સૌરાષ્ટ્રની બંધ થયેલી અને નવી ટ્રેનો શરૂ કરવા રેલમંત્રીને રજૂઆત

0

સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગને દેશના વિભિન્ન ક્ષેત્રોમાં રેલમાર્ગથી જાેડવા વડાપ્રધાનને રજુઆત કરવામાં આવી હતી. વર્ષોથી લોકોની માંગણી સોમનાથ-હરિદ્વાર, સોમનાથ-વારાણસી તેમજ ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરાથી ભગવાન શ્રીકૃષ્ણની દેહોત્સર્ગ ભૂમિ સોમનાથને જાેડતી ટ્રેન ઉપલબ્ધ કરાવવા માટે માંગણી કરવામાં આવી હોવાનું અમૃતભાઈ દેસાઈ દ્વારા જણાવાયું છે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ બાદ જાેડાયેલ ઈતિહાસ મુજબ જગન્નાથપુરીને જાેડતી ટ્રેનની માંગણી કરવામાં આવી છે. આ સિવાય મુળભુત ટ્રેનો જે બંધ કરી દેવામાં આવી છે એ શરૂ કરવા રેલમંત્રીને રજૂઆત કરાઈ હતી જેમાં વેરાવળ સૌરાષ્ટ્ર મેલ વેરાવળ-પુના, વેરાવળ-ત્રિવેન્દ્રમ, વેરાવળ-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેન, સોમનાથ-દ્વારકા, વેરાવળ-પોરબંદર, વેરાવળ-ઈન્દોર તેમજ વેરાવળ-રાજકોટની લોકલ ટ્રેન તાત્કાલિક શરૂ કરવા માટે રેલમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!