જૂનાગઢ અને તાલાળા ખાતે ડી.જી. વણઝારા પ્રેરીત સંત મિલન સમારોહ યોજાશે

0

આધુનિક ભારતની રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન, ભૂમિકા, સમસ્યાઓ, નિરાકરણ અને ભાવિ સંકેત એ વિષયને લઈને પૂર્વ આઈ.પી.એસ. એ.ટી.એસ વડા અને એન્કાઉન્ટર ફેમ ડી.જી. વણઝારાએ તા.૧૭/૧/ર૦ર૧ને રવિવારે અમદાવાદમાં પિરાણા ધામ મુકામે સંત મિલન યોજીયું હતું. હવે તા.ર૪/૧/ર૦ર૧ના રોજ જૂનાગઢ મુકામે સંતોના પરીસંવાદ માટે રાષ્ટ્ર વંદના મંચના નેજા હેઠળ સંત મિલન સમારોહનું આયોજન તથા તા.રપ/૧/ર૦ર૧ના રોજ ગીર તાલાળા મુકામે કાર્યક્રમોનું આયોજન કરેલ છે. છેલ્લા મહિનામાં વણઝારાએ સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાતના સંતોનું મહેસાણા મુકામે, સૌરાષ્ટ્રના સંતોનું ગોંડલ મુકામે, મધ્યગુજરાતના સંતોનું વડોદરા મુકામે, દક્ષીણ ગુજરાતના સંતોનું સુરત મુકામે અને છેલ્લે કચ્છમાં તા.૧૦/૭/ર૦ર૧ના રોજ યોજેલા સંત મિલન સમારોહમાં ગુજરાતના લગભગ તમામ પ્રબુધ્ધ સંતો અને નાગરીકો સાથે પરીસંવાદ કરી ગુરૂ વંદના મંચ નામે સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે તટસ્થ મંચની રચના માટેની ભૂમિકાનું નિર્માણ કરેલ છે. આ દરેક સ્થળોએ સંતો અને નાગરીકોનો મોટી સંખ્યામાં અદભુત પ્રતિસાદ મળેલ છે.
ભારત વર્ષની વૈશ્વિક નિરામય સનાતન સંસ્કૃતિ ઋષિ અને કૃષિ આધારીત હતી પરંતુ છેલ્લા ૧૪૦૦ વર્ષમાં ભારતીય સમાજમાં સંપ્રદાયવાદ દ્વારા ઉભી ફાચરો પડી છે અને જ્ઞાતિવાદ દ્વારા આડા વાઢ પડયા અને સમાજ છિન્નભિન્ન થતો જાય છે. અંગ્રેજાેના સવા બસો વર્ષના શાસન દરમ્યાન પણ ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી એક પણ સક્ષમ વ્યકિત બેરોજગાર નહતી, અને નૈતિક મુલ્યો આધારીત જીવન પધ્ધતિ હતી. કાળક્રમે શાસન પધ્ધતિઓ પણ બદલાતી રહી છે અને દેશની સમાજ તથા અર્થ વ્યવસ્થા પણ બદલાતી જાય છે.
આ બદલાતી પ્રણાલી અને સામાજીક વ્યવસ્થામાં સંતોની ભૂમિકા ખુબજ મહત્વની હોવાથી ગુજરાતના દરેક ખુણે ખુણેથી ગુરૂ વંદના મંચની સ્થાપના માટે પ્રબળ ભાવના જાગી છે. ભારત ઋષી અને કૃષિ સંસ્કૃતિના આધારે વિશ્વ ગુરૂ બની શકે તેમ છે અને તેનું રોલ મોડલ ગુજરાતને બનાવવા નિર્ધાર કર્યો છે કારણ કે, ઈતિહાસ બતાવે છે કે, જે ગુજરાતમાં થાય છે તે આગળ જતા ભારતમાં પણ થાય છે તેમ એમ.એ. પટેલ ઉપ પ્રમુખ રાષ્ટ્‌્ર વંદના મંચ ગુજરાત પ્રદેશની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!