બીએડ પછી એનસીટીઈનું સર્ટીફીકેટ લેવા હવેથી વિદ્યાર્થીઓને ફી નહીં ચૂકવવી પડે

0

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનની જનરલ બોર્ડની બેઠક તાજેતરમાં દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના ર્નિણય કરવામાં આવ્યા હતા. ખાસ બી.એડ.એમ.એડ. ત્રણ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને હવે પછી પ્રાથમિક, ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક માટે માન્ય ગણવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત બી.એડ. કર્યા બાદ વિદ્યાર્થીઓએ માન્ય સંસ્થામાંથી આ કોર્સ કર્યો છે કે નહી તેના માટે કાઉન્સિલ પાસેથી સર્ટિફિકેટ લેવું પડતું હતું તેના માટે ફી ચુકવવી પડતી હતી. આ ફીમાંથી પણ રાહત આપવામાં આવી છે. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન(એનસીટીઇ)ના દિલ્હી ખાતે જનરલ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં દેશના ચાર વિભાગો જેવા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાંથી બેસ્ટ ટીચર્સ એજ્યુ કેટરને એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે કાઉન્સિલ દ્વારા દરવર્ષે ચારેય વિભાગોમાંથી બે-બે બેસ્ટ શિક્ષકોને પસંદ કરીને બેસ્ટ એજ્યુકેટર તેમને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ માટે સમગ્ર દેશમાંથી અરજીઓ મંગાવવામાં આવશે અને તેની પસંદગી માટે એકજયુરીની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, પસંદ થનારા એજ્યુકેટરને રૂા. ૨૫ હજાર પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે. આ ઉપરાંત નવી એજ્યુકેશન પોલીસી અંતર્ગત ત્રણ વર્ષનો બી.એડ. અને એમ.એડ. કોર્સ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલમાં ટીચર્સ યુનિવર્સિટીમાં આ પ્રકારનો કોર્સ ચલાવવામાં આવશે. આ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક તરીકે પસંદ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત બી.એડ. કર્યા પછી દરેક વિદ્યાર્થીઓએ કાઉન્સિલ પાસેથી પોતે જે કોલેજમાંથી બી.એડ. કર્યું છે તે કોલેજ કાઉન્સિલની માન્યતા ધરાવે છે તે પ્રકારનું સર્ટિફિકેટ લેવું પડતું હતું. ઓનલાઇન સર્ટિફિકેટ લેવા માટે દરેક વિદ્યાર્થીઓએ રૂા.૨૦૦ ફી ચુકવવી પડતી હતી. કાઉન્સિલ દ્વારા સર્ટિફિકેટ માટે જે ફી માંફી કરવાનો ર્નિણય કરાયો તે વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવી એજ્યુકેશન પોલીસીમાં ત્રણ વર્ષની એડ.એમ, એડની જાેગવાઇ છે. આ ડીગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને પ્રાથમિકથી લઇને ઉ.માધ્યમિક સુધી ટીચર્સ તરીકે માન્ય કરવાનો મહત્વનો ર્નિણય કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!