ગુજરાત રાજ્યમાં ૩૧મેનાં રોજ ૩૦૦૦ શિક્ષક અને કર્મચારીઓ એક સાગમટે નિવૃત્ત થશે

0

ગુજરાત રાજ્યમાં આગામી મે માસની ૩૧ તારીખે શાળાઓમાં ફરજ બજાવતા ૩ હજાર જેટલા શિક્ષકો સહિતના કર્મચારીઓ એક સાથે નિવૃત્ત થશે. અમદાવાદ શહેરમાં જ નિવૃત્ત થનારા શિક્ષકો સહિતના કર્મચારીઓની સંખ્યા ૩ ૧૩ જેટલી હોવાનું જાણવા મળે છે. નિવૃત્ત થનારા કર્મચારીઓમાં સ્કૂલના શિક્ષકો ઉપરાંત પ્રિન્સિપાલ, કલાર્ક, પટાવાળા સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. નિવૃત્ત થતાં કર્મચારીઓના પેન્શન અંગેની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. જાેકે, શાળાઓ પેન્શનના કેસ રજૂ કરવામાં ઉદાસીન હોવાનું સામે આવ્યું કે છે. હજુ સુધી માત્ર ૩૦ ટકા જેટલા જ પેન્શન કેસ રજુ થયા હોવાની વિગતો પણ સામે આવી છે. શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને શિક્ષકો નિવૃત્ત થવાના હોય તેના છ માસ પહેલા પેન્શન અંગેના કેસ પેન્શાન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીમાં રજૂ કરવાના હોય છે. જેથી રાજ્યમાં ૩૧ મે, ૨૦૨૧ના રોજ નિવૃત્ત થનારા સ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓના પેન્શનના કેસ અંગેની કામગીરી વિભાગ દ્વારા હાથ ઉપર લેવામાં આવી છે. રાજ્યની વાત કરીએ તો ૩ હજાર જેટલા શિક્ષકો અને કર્મચારીઓ ૩૧ મે, ૨૦ર૧ના રોજ નિવૃત્ત થશે. આમ, શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા હોય શિક્ષણ ક્ષેત્રે મોટો ખાડો ન પડે તે માટે સરકાર દ્વારા ભરતીની જાહેરાત અગાઉ જ કરી દીધી છે. અમદાવાદ શહેરમાં આવેલી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો, આચાર્ય, ક્લાર્ક, પટાવાળા સહિતના કુલ ૩૧૩ કર્મચારીઓ ૩૧ મે, ૨૦૨૧ના રોજ નિવૃત્ત થનાર છે. જેથી આ કર્મચારીઓના પેન્શન અંગેના કેસની કામગીરી ડીઈઓ કચેરી દ્વારા હાથ ઉપર લેવામાં આવી છે. જાેકે, છ માસ પહેલા આ તમામ કર્મચારીના પેન્શનના કેસ કચેરીમાં મોકલી આપવાની સૂચના છતાં માંડ ૩૦ ટકા જેટલા જ પેન્શન કેસ કચેરી પાસે આવ્યા છે. અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા શાળાઓને પત્ર લખી ૭ દિવસમાં પેન્શન કેસ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ ૭ દિવસમાં સ્કૂલ કોઈ કારણોસર પેન્શન કેસ રજૂ કરી શકે તેમ ન હોય તો યોગ્ય કારણો સાથે ખૂલાસો કરવાનો રહેશે. શાળાના વહીવટી વડા તરીકે કામગીરીમાં નિષ્કાળજી દાખવવામાં આવશે તો નિયમાનુસારની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!