ગૌવંશના સંરક્ષણ માટે સરકાર દ્વારા કડક કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં છાના ખૂણે ગૌવંશની કતલ થતી હોય તેમ વેરાવળ અને ભૂજ નજીક માધાપર પાસેથી ગૌ માસનો જંગી જથ્થો પકડાયો છે. પોલીસે વોચ ગોઠવી વેરાવળના ત્રણ શખ્સોને ૩૦૦ કિલો ગૌ માંસ સાથે અને માધાપરમાં ૭૦ કિલો ગૌ માસ સાથે પોલીસે ઝડપી લીધા છે.
વેરાવળની સોમનાથ ટોકિઝ નજીક ગરીબ નવાઝ કોલોનીમાં રહેતો ઇબ્રાહીમ કેશરીયા નામના શખ્સે પોતાના ઘરે ગૌ વંશની હત્યા કરી ગૌ માંસનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે વેરાવળ પોલીસે દરોડો પાડી રૂા.૪૫ હજારની કિંમતનું ૩૦૦ કિલો ગૌ માસ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા તેની સાથે ગૌવંશની હત્યા કરવામાં બહારકોટ વિસ્તારના જીબ્રાન અહમંદ પંજા અને અલફાઝ અહમદ સુમરા નામના શખ્સો સંડોવાયા હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.જયારે પશ્ચિમ કચ્છના ભૂજ નજીક આવેલા માધાપર ગામની વી.આર.પી. બ્લોક વર્કસવાળી શેરીમાં ગૌ માસનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો. પોલીસને જાેઇ રૂા.૩૫૦૦ની કિંમતનું ૭૦ કિલો ગૌ માસ મુકી જી.જે.૧૨ડીબી. ૧૭૬૬ નંબરનું બાઇક મુકી કસાઇ ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews