ગીરગઢડામાં ગૌચર જમીન ઉપર દબાણો કરનારા કાર્યવાહીથી બચવા સરકારી તંત્ર ઉપર દબાણ લાવવાની કોશિષ કરે છે. ઊના ગીરગઢડા તાલુકાના હ્રદયમા વિસ્તારમાં રોડ ટચની કરોડો રૂપિયાની સરકારની માલીકીની ગોચર જમીન ઉપર ગોશાળા નામે જમીન ઉપર દબાણ કરી ગીર સોમનાથ જીલ્લા કલેક્ટરનાં હુકમનો અનાદર કરી ૨૯ દુકાનો બનાવી વેચી મારી કરોડો રૂપિયાની આવક કરી લેવાઇ છે. વિકાસ નામે એકત્ર કરી અન્ય ગોચરના સર્વે નંબરમાં મોટા મોટા ૧૮૯ જેટલા દબાણો ઉભા કરીને પોતાની કમાણી કરી રહ્યા હોય આ ગેરકાયદેસર દબાણોનું સત્ય બહાર આવતા અને ડિમોલેશન ન થાય તે માટે તંત્રને દબાવવા અને અખબારોને સત્ય સમાચારો પ્રસિધ્ધ ન કરે તે માટે અખબારો અને તેના પ્રતિનિધીનો બહિષ્કાર કરવો અનેઆર.ટી.આઇ.એક્ટીવીસ્ટ રેકર્ડ આધારીત માહીતીથી વંચિત રહે તેવું બ્લેકમેઇલ થઇ રહયું છે. ગૌચર જમીનના ગેરકાયદે કબ્જાે કરનારા વ્હાઇટ કોલર આગેવાનોએ ગામના દરેક સમાજના નાના મોટા લોકોને એકત્ર કરી મીટીંગો કરી ગામ બંધ રખાવી મકરસંક્રાતી પર્વ નિમીતે સામાન્ય લોકો દુધ, શાકભાજી, લારી મજુરી પણ કરી ન શકે કે જીવન જરૂરીયાત આવશ્યક ચિજવસ્તુથી વંચિત રહે તેવું કૃત્ય કર્યુ હતું. પોતાએ કરેલી ચોરીને ઢાંકવા સીના ચોરી કરવા ગામમાં નિકળતા હવે તો આ ગૌચર જમીન ઉપરના દબાણો તંત્રએ જડમૂળમાંથી ઉખેડી કાઢવા મક્કમ મન બનાવી નવા બનેલા કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી જેલમાં મોકલવાની તડામાર તૈયારીઓ રેકર્ડ પર શરૂ કરી દીધી હોવાનું તંત્રમાંથી જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews