ગુજરાતમાં આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા પ્રજા વચ્ચે જઈ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા આજ ૧૮ જાન્યુઆરીથી ર૮ જાન્યુઆરી દરમ્યાન રાજયનાં શહેરોમાં વોર્ડ વાઈઝ, જીલ્લામાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સીટ વાઈઝ તથા નગરપાલિકામાં વોર્ડ વાઈઝ મહા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો સાથે વોર્ડવાઈઝ અને ગામવાઈઝ બેઠકોનો કાર્યક્રમ શરૂ કરશે. જેમાં ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓ, ખેડુતોની સમસ્યાઓ – હાડમારીઓ, વીજળી, સિંચાઈનું પાણી રસ્તા, પાણીના પ્રશ્નો, મંદી- મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પ્રજા વ્યથિત છે તે તમામ પ્રશ્નોને ઉજાગર કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં પણ રસ્તા- પાણી, માળખાગત સુવિધાના અભાવ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, શિક્ષણ- અરોગ્ય સહીતના પ્રશ્નોને વોર્ડ લેવલે મીટીંગ કરી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ જનસંપર્ક અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના મહાનગરપાલિકા વિસ્તારોના ૧૪પ વોર્ડ, નગરપાલિકા વિસ્તારોના ૬૮૪ વોર્ડ, ગ્રામ્ય વિસ્તારની ૪૭૦૦ તાલુકા પંચાયત બેઠકો અને ૧૭ હજાર ગામડાઓનો સંપર્ક કરવા સાથે સમગ્ર ગુજરાતના ૮૦ ટકા વિસ્તારોનો સીધો સંપર્ક કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવશે. એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠન પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, પુર્વ પ્રદેશ પ્રમુખો ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ ઉપરાંત પુર્વ કેન્દ્રીયમંત્રી ડો.તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિત પક્ષના ધારાસભ્યો, આગેવાનો, સમગ્ર ગુજરાતના ૧૦૯૬ જીલ્લા પંચાયત સીટ, પર૭૪ તાલુકા પંચાયત સીટ અને ૮૧ નગરપાલિકાઓમાં મહાજન સંપર્ક અભિયાન અંતર્ગત રૂબરૂ જઈને પ્રજાને મળીને તેમના પ્રશ્નોની ચર્ચા કરશે તથા તેને આવનારી ચૂંટણીમાં જનતાના મેનીફેસ્ટોમાં સમાવી વાચા આપશે.
કોંગ્રેસ પ્રજા અને પક્ષમાં સક્રિય વફાદાર જનપ્રતિનિધિઓને રિપિટ કરશે
આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. સાથે – સાથે રાજયમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રચાર અભિયાન પણ શરૂ કરવામાં આવશે. આ વચ્ચે કોંગ્રેસના પ્રભારી દ્વારા હાલ જે ચૂંટાયેલા વફાદાર પ્રતિનિધિઓ છે તેમને ડિસ્ટર્બ કરાશે નહીં. જયારે બાકીની બેઠકો ઉપર પ૦ ટકા નવા ચહેરાને તક આપવામાં આવશે. જયારે ચૂંટાયા બાદ નિષ્ક્રિય રહેલા જનપ્રતિનિધિઓને રિપિટ નહીં કરવા ઈશારો કરવામાં આવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews