સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલ્વેથી જાેડાતા કેવડીયા વિશ્વનું શ્રેષ્ઠ ફેમિલી ડેસ્ટિનેશન બન્યું, આદિવાસીઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલ્યા

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના અન્ય રાજયો સાથે જાેડતી આઠ નવીન ટ્રેનોનું પ્રસ્થાન કરાવતા કેવડીયા વિશ્વનું શ્રેષ્ઠ ફેમિલી ટુરીસ્ટ ડેસ્ટિનેશન બન્યું હોવાનું જણાવતા કહયું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે આદિવાસીઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે તેમણે વધુમાં વિપક્ષ ઉપર કટાક્ષ કરતા કહયું કે, આઝાદીના ઘણા દશકો સુધી રેલવેમાં ટેકનોલોજીના અમલીકરણના અભાવને લઈ રેલવેમાં કોઈ પરિવર્તન આવ્યંુ નહીં. આ સાથે તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આદિવાસી પરિવારોના જીવન ધોરણમાં અમુલ બદલવા આવ્યું સમગ્ર ભારતને એક કરતા ભારતીય રેલવેના પ્રવાસન વૃધ્ધિના મિશન અને સરદાર પટેલનું એકતા અખંડિતાના વિઝન અહીં સાકાર થઈ રહયા છે. દેશની ચારેય દિશાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલવેના માધ્યમથી રેલવેના માધ્યમથી જાેડવા માટે ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી ૮ ટ્રેનને લીલી ઝંડી તથા રેલવેના વિવિધ નવીન પ્રકલ્પોનું વચ્ર્યુઅલી લોકાર્પણ કરતા વડાપ્રધાને ઉમેર્યુ કે, પહેલા અહીં ચાલતી નેરોગેઝ ટ્રેનની સ્પીડ એટલી હતી કે તમે એની સાથે ચાલી પણ શકો. રસ્તામાં કોઈપણ સ્થળ તમે ચાલું ટ્રેનમાંથી ઉતરી શકો કે બેસી શકો એવી ગતિથી ટ્રેઈન ચાલતી હતી. કેવડીયાને દેશનાં વિવિધ ક્ષેત્રો સાથે રેલ્વે કનેકિટવિટીથી જાેડવામાં આવતા પ્રવાસીઓને અહીં આવવામાં સુગમતા રહે છે. વિવિધ રાજયો અને ભિન્નભિન્ન ભાષા, વેશ ધરાવતા લોકો અહીં આવતા લઘુ ભારતનું દ્રશ્ય સર્જાશે દેશની એકતા અને અખંડિતતાને નિરંતર રાખવાના પ્રયાસોનો આ નવો અધ્યાય કેવડીયાથી શરૂ થયો છે, એવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બેસ્ટ ફેમિલી ટુરીસ્ટ ડેસ્ટિનેશન કેમ ? તેની રૂપરેખા આપતા વડાપ્રધાનએ જણાવ્યું કે, અહીં સેેંકડો એકરમાં ફેલાયેલો સરદાર પટેલ જીઓલોજીકલ પાર્ક, જંગલ સફારી પાર્ક, આયુર્વેદ અને યોગ ઉપર આધારીત આરોગ્ય વન, પોષણ પાર્ક, રાત્રે ઝગમગતો ગ્લોવ ગાર્ડન, દિવસે નિહાળી શકાય એવો ક્રેકટસ અને પતંગીયા પાર્ક, સહેલાણીઓ માટે એકતા ક્રુઝ અને નવલોહિયા યુવાનો માટે રિવર રાફિટંગની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે.
તેમણે એમ પણ કહયું કે, કેવડીયામાં પ્રવાસનનો વિકાસ થતાં સ્થાનિક આદિવાસીઓને વ્યાપક રોજગાર અને સ્વરોજગારની તકો મળી છે. જેના પરિણામે સ્થાનિકો ગાઈડ, કાફે ઓનર, ઝુ કીપર સહિતની સ્થાનિક કક્ષાએ જ નોકરી કરતા થયા છે. એટલું જ નહીં એકમતા મોલ થકી સ્થાનિક મહિલાઓની પરંપરાગત હસ્તકલાને પણ વેંચાણનું કેન્દ્ર મળ્યું છે. જેના કારણે આદિવાસી કલાને વિશ્વભરમાં ઉજાગર થઈ છે. અહીંના ર૦૦ ઘરોમાં પ્રવાસીઓ માટે હોમ સ્ટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેના કારણે રોજગારીના વધુ અવસરો ઉભા થશે. વળી, કેવડીયા રેલવે કનેકિટવિટીથી જાેડાતા તેમાં પણ વૃધ્ધિ થશે. તેમણે જણાવ્યું કે, રેલ્વેનાં પુરા તંત્રમાં વ્યાપક બદલાવનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહીં. નવા નવપ્રવર્તક વિચારોના આધારે રેલવેના અનેક ક્ષેત્રોમાં એક સાથે કામગીરી થઈ રહી છે. તેમાં રેલવેનાં નવા કોચ, નવી લાઈન, જુની લાઈનોનું આધુનિકીકરણ, ગેઝપરિવર્તન, રેલવે પુલોનું નિર્માણ અને સિગ્નલિંગ સહિતની બાબતોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. જેના કારણ નવા પ્રકલ્પોના અમલીકરણમાં ગતિ આવી છે. આ ઉપરાંત રેલ્વે પ્રોજેકટ પર્યાવરણરક્ષક બને તે બાબત સુનિશ્ચિત કરવામાં આવી છે. રેલવેમાં ઉત્પાદન અને સંશોધન માટે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહયું હોય પરિણામે દેશમાં સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ થઈ ગઈ છે. આગામી સમયમાં હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાની દિશામાં પણ આગળ વધી રહયા છીએ. ડેડિકેટેડ ફ્રેઈટ કોરીડોરનું ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યુ કે, વર્ષ ર૦૦૬થી ર૦૧૪ સુધીના સમયગાળામાં આ પ્રોજેકટ માત્ર કાગળ ઉપર જ દોડતો હતો અને એક કિલોમીટરના રેલવે ટ્રેકનું કામ થયું ન હતું. આજે અમારા દ્રષ્ટીવંત આયોજનને પરિણામે ૧૧૦૦ રેલ્વે ટ્રેકનું કામ પુર્ણતાના આરે છે.
કેવડીયા વિસ્તારનો આદિવાસી સમાજ સમગ્ર વિશ્વ સાથે જાેડાયો છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ અમારા માટે એક પ્રતિમા જ નથી પરંતુ દેશની એકજુટતાનું ઉદાહરણ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ પ્રતિમા આજે આખા વિશ્વમાં અનેકતામાં એકતા, સ્વતંત્રતા માટેના સંઘર્ષમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સંદેશ આપે છે. હવે દેશના ખુણે ખુણેથી કેવડીયા માટે ટ્રેન શરૂ થવાની છે ત્યારે કેવડીયા વિસ્તારનો આદિવાસી સમાજ સમગ્ર વિશ્વ સાથે જાેડાય ગયો છે.
આ રેલવે પરિવહન સેવા ગુજરાત પ્રવાસન ક્ષેત્રના નવા અધ્યાયનો પ્રારંભ
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી કેવડીયા કોલોની માટે જન શતાબ્દી એકસપ્રેસના પ્રારંભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આ રેલ પરિવહન સેવા ગુજરાત પર્યટન ક્ષેત્રના નવા અધ્યાયની શરૂઆત છે. શરૂ થનારી જન શતાબ્દી એકસપ્રેસ રેલ સેવા જનસુખાકારીમાં વધારો કરશે. આ રેલવે સેવા દ્વારા દરરોજ બે વખત અમદાવાદથી કેવડીયા કોલોનીની યાત્રાનો લાભ ૧૦૦૦ જેટલા પર્યટકો મેળવી શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!