ગોસા : હથિયાર સપ્લાય કરનાર શખ્સ ઝડપાયો

0

રાણાવાવ પોલીસ સ્ટેશનના સને. ૨૦૧૭ના વર્ષમાં આદિત્યાણા ગામના મહેર અગ્રણી ભીમા દુલા ઉપર આદિત્યાણાના સલીમ ઈસ્માઈલ ઉર્ફે ટી.ટી. મુંદરાએ ફાયરીંગ કરતા તેની સામે ઈ.પી.કો. કલમ-૩૦૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારથી તે નાસતો ફરતો હતો. ત્યારે એસ.ઓ.જી., પેરોલ/ફર્લો તથા રાણાવાવ પોલીસની સંયુકત ટીમે ઈસ્માઈલ ઉર્ફે ટી.ટી.મુંદરાને તેના ઘર પાસેથી પકડી પાડેલ અને આરોપી પાસેથી દેશી બનાવટનો તમંચો તથા કાર્ટીઝ નંગ-ર મળી આવેલ જે અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!