જૂનાગઢમાં હદપારી ભંગ બદલ શખ્સની અટકાયત

0

જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાંથી દોઢ વર્ષ માટે હદપાર કરાયેલા શખ્સની હદપારી ભંગ બદલ ધરપકડ કરી છે. રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સુચના આપી હતી. બાદમાં એસઓજી પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ જે.એમ.વાળા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન બાતમી મળી કે, શહેરનાં સુખનાથચોક તાર બંગલા પાસે રહેતા આરોપી ઈસ્માઈલશા રફાઈ ફકીરને કોર્ટે દોઢ વર્ષ માટે જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાંથી હદપાર કર્યો હતો. આ આરોપીએ હદપાર હોવા છતાં જૂનાગઢ શહેરમાં પ્રવેશ કરી હદપારી ભંગ કર્યો છે. આ બાતમી મળતા એસઓજી ટીમે જૂનાગઢના ઢુંઢણના પુલ, પાણીનાં ટાંકા પાસેથી આરોપી ઈસ્માઈલશા રફાઈ ફકીરને પકડી પાડી આગળની કાર્યવાહી માટે એ -ડીવીઝન પોલીસને હવાલે કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!