જૂનાગઢ પોલીસે વધુ એક બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલી દીધો છે. જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતા શખ્સની અટક કરી સુરત જેલમાં મોકલી આપ્યો હતો. તેની સામે વિસાવદરમાં ૧ અને સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પાંચ ફરીયાદ નોંધાઈ હતી. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ પોલીસે છેલ્લા એક વર્ષમાં અનેક બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલી દીધા છે. ત્યારે જૂનાગઢનાં ગાંધીગ્રામમાં રહેતા સુરા ઉર્ફે સુરીયો પરબતભાઈ કોડીયાતર વિરૂધ્ધ સી-ડીવીઝનમાં કુલ ૬ ફરીયાદ નોંધાઈ હતી. બુટલેગર સામે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી અને જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીને મોકલી આપી હતી અને તા.રર ડિસેમ્બરના વોરન્ટ ઈસ્યુ કર્યુ હતું. પાસાનાં વોરન્ટ બાદ બુટલેગર ફરાર થઈ ગયો હતો. ત્યારે આ શખ્સ પોતાનાં રહેણાંક મકાન ગાંધીગ્રામ રાજીવનગર રોડ ઉપર આવેલા મકાનમાં હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેના પગલે પીઆઈ એચ.આઈ. ભાટી અને ટીમ દ્વારા વોચ ગોઠવી હતી અને બુટલેગર સુરા ઉર્ફે સુરીયો પરબતભાઈ કોડીયાતરની અટક કરી હતી. તેનો કોરોનાનો રીપોર્ટ નેગેટીવ આવતા સુરત જેલમાં મોકલી આપ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews