દ્વારકાનાં શિવરાજપુર બીચ બ્યુટીફેકેશનનાં વિકાસકાર્યોનું બુધવારે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે

0

દ્વારકા જિલ્લાના બ્લ્યુ ફલેગ બીચની આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિવરાજપુર બીચના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે તે અંગર્તગ તા. ર૦-૧-ર૦૧ના રોજ શિવરાજપુર બીચ બ્યુટીફીકેશનના રૂા. ર૦૦ કરોડના વિકાસકાર્યોનું સવારે ૧૧ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ અંગે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારકાની મુલાકાત સમયે કાળિયા ઠાકુરના દર્શન કરશે. શિવરાજપુર બીજ નજીક ભૂમાફિયાઓ દ્વારા આચરાયેલા જમીન કૌભાંડ અંગે અનેકવાર મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હોય તે બાબતે પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
શિવરાજપુર બીચના ડેવલપમેન્ટમાં કરાયેલી ગેરરીતિ અને સ્થાનિક લોકોને થયેલા અન્યાય અંગે જાગૃત યુવાન લડત આપી રહેલ છે ત્યારે તેની રજૂઆત સાંભળી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ બાબતે તપાસ હાથ ધરે તો કથિત ભ્રષ્ટાચારની અનેક વિગતો બહાર આવે તેવી લોકોમાંથી ચર્ચા ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews