માળિયાહાટીના તાલુકાનાં ગળોદર ગામે પીઠડ માતાજીનાં મંદિરમાંથી રૂા.૧.૪પ લાખનાં આભુષણોની ચોરી

0

માળિયાહાટીના તાલુકાના ગળોદર ગામે પીઠડ માતાજીનાં મંદિરે સેવાપુજા કરતાં ભોજાભાઈ નારણભાઈ બાટી (ઉ.વ.૪પ) એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા શખ્સે પીઠડ માતાજીનાં મંદિરનાં તાળા તોડી મંદિરમાં પ્રવેશ કરી માતાજીને ચડાવેલ રજવાડી સોનાનો હાર, રૂા.૧ર,૮૦૦૦ની કિંમતનો અને સોનાની બુંટી નંગ-ર, રૂા.૧૭ હજારની કિંમતની કુલ મળીરૂા.૧,૪પ,૦૦૦ની દાગીનાની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતાં માળિયાહાટીના પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એચ.વી.રાઠોડ વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!