માંગરોળ તા. ૧૯
માંગરોળમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાના બહાને મોબાઈલમાંથી દંપત્તિની અંગત પળોના વિડીયો મેળવી લઈ વાયરલ કરવાની ધમકી આપી, રૂા.૧૦ લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળ શહેરના ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતા યુવાને પીએસઆઈ સોલંકીને રજૂઆત કરી હતી કે, પોતાના મિત્ર એવા અમુક ઈસમોએ ત્રણેક માસ પહેલા એપ્લિકેશન નાંખવાના બહાને પોતાનો મોબાઈલ લીધો હતો. ત્યારબાદ વિડીયો જેન્ડર મારફતે દંપતિની અંગત પળોના વિડીયો ટ્રાન્સફર કરી લીધા હતા. દરમ્યાન બંને શખ્સો વોટ્સએપ કોલીંગ કરી ૧૦ લાખ નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બનાવમાં ઈરફાન સુલેમાનભાઈ ભાટા તથા ઈમરાન સુલેમાનભાઈ ભાટાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews