ગુજરાતનાં અન્ય શહેરોમાં જરૂર પડયે મોનોલાઈટ – મેટ્રો જેવી સુવિધા અપાશે : સીએમ

0

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ- ગાંધીનગર મેટ્રો રેલના બીજા ચરણનો અને સુરત મેટ્રો રેલના પ્રથમ ચરણના શિલાન્યાસ અવસરને ભવિષ્યના આધુનિક ગુજરાતના નિર્માણની પાયાની ઈંટ સમાન ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતમાં શહેરીકરણના વધતા વ્યાપ અને જનસંખ્યા માટે આવન-જાવનના સરળ સુવિધાયુકત વિકલ્પ તરીકે મેટ્રો રેલ સેવાની આવશ્યકતા પણ વર્ણવી હતી. તેમણે ઉમેર્યુ કે, અગાઉની કોંગ્રેસ સરકારોમાં ગુજરાત પ્રત્યે અન્યાયભર્યુ વલણ અને વિકાસ વિરોધી માનસિકતા હતી. પરંતુ હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ગુજરાત તરફ વિશેષ ઝોક સાથે એક પછી એક મહત્વપૂર્ણ યોજનાઓ- પ્રોજેકટ માટે મદદરૂપ થઈને વિકાસના રોલ મોડેલ ગુજરાતની વિકાસ હરણફાળ વધુ તેજ બનાવી આપી છે. મુખ્યમંત્રીએ રાજયનાં અન્ય શહેરો- નગરોમાં પણ ભવિષ્યની જરૂરીયાતોના સંદર્ભમાં લોકોની અવર-જવરની સરળતા માટે રાજય સરકાર મોનોલાઈટ – મેટ્રો જેવી સુવિધા આપવાની દિશામાં પણ પ્રયત્નશીલ રહેશે તેમ ઉમેર્યુ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!