કોરોના વાઈરસનો આગામી બે માસમાં ખાત્મો થઈ જશે ઃ જગવિખ્યાત વાઈરલોજીસ્ટ ડોકટર જેકબ

0

જગવિખ્યાત વાઈરલોજીસ્ટ ડોકટર ટી.જેકબ જાેને કહયું હતું કે, કોરોના વાઈરસ હવે વધુમાં વધુ બે માસમાં નષ્ટ થઈ જશે. વાઈરસના નવા સ્ટ્રેન વિશે બોલતાં તેમણે કહયું કે બીજા સ્ટ્રેનના વાઈરસને સમજવા માટે આપણે પહેલા તબકકાના વાઈરસનો ઉંડો અભ્યાસ કરવો પડશે. જાે કે નવા સ્ટ્રેનની વાત સાચી છે એમ તેમણે કહયું હતું. વાઈરસનો નવો સ્ટ્રેન આવી ચુકયો છે એ તેમણે સ્વીકાર્યુ હતું. વેલ્લોરની કિશ્ચન મેડિકલ કોલેજના ભૂતપૂર્વ અધ્યાપક અને ટોચના વાઈરલોજીસ્ટ ડોકટર જેકબે કહયું કે કોવેકિસન બનાવવાની પધ્ધતિ અભુતપુર્વ છે. પરંતુ એ સાથે આપણે યાદ રાખવું જાેઈએ કે અત્યારે સમય પણ અભૂતપૂર્વ છે. કોવેકિસન ઈમરજન્સી સ્ટેજમાં વાપરવાની સંમતિ આપવામાં આવી છે. પરંતુ સરકાર માટે આ વેકિસન ખરીદવી બંધનકર્તા નથી. કોવેકિસનના વિવાદ અંગે ડોકટર જેકબે કહયું કે મારો અંગત અભિપ્રાય પુછવામાં આવે તો હું કોવીશીલ્ડને બદલે કોવેકિસન લેવાનું વધુ પસંદ કરૂં, વિવાદના મુદ્દે તેમણે કહયું કે વિવાદથી નુકસાન કોને છે. લોકોને એ હકીકત ધ્યાનમાં રહેવી ઘટે. તેમણે કહયું હતું કે વેકિસનની અસર પ૦ ટકા કે તેથી વધુ હોય તો આપોઆપ રજીસ્ટ્રેશન માટે યોગ્ય ઠરે છે. એની અસરના આંકડા જાેઈતા હોય તો ટ્રાયલ કોડને તોડવો પડે. ડેટા એન્ડ સેફટી મોનિટરીંગ બોર્ડના નિયમ મુજબની આ વાત છે. ઈમર્જન્સીમાં વાપરવાની સંમતિ અપાય એનો અર્થ એ છે કે આ વેકસિન પુરેપુરી સુરક્ષીત છે અને એ બીજા તબકકાની ટ્રાયલના પરિણામો ઉપર આધારીત વાત હતી. તો જ ડીજીસીઆઈએ એને પરવાનગી આપી હોય. વેકસીન રીએકટોજેનિક નથી. એક વૈજ્ઞાનીકે એને પાણીની જેમ રીએકટોજેનિક ગણાવી હતી. એ બરાબર નહોતું. મારી જાણ મુજબ ર૪ હજાર વ્યકિતઓએ આ વેકસિનની ટ્રાયલમાં ભાગ લીધો હતો. સુરક્ષિતતાના મુદ્દે વેકિસન અસરકારક સાબિત થઈ હતી. ભોપાલમાં થયેલા મૃત્યુ સાથે આ વાતને કશી લેવાદેવા નથી એ યાદ રહેવું ઘટે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!