માંગરોળ નજીકના શીલ તાબાના દિવાસામાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસે સંયુક્ત રેડ પાડી ગેરરકાયદે ધમધમતી ખાણ ઝડપી લઈ ૯ ચકરડી તથા ૩ ટ્રક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દિવાસામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ઓથ હેઠળ બેરોકટોક ગેરકાયદે ખાણો ધમધમતી હોવાની ચર્ચા વચ્ચે ખાણ ખનિજ વિભાગ (જૂનાગઢ)ના સુપરવાઈઝર એસ.પાઘડાર, સર્વેયર વારોતરીયા, શીલ પીએસઆઈ આર.પી.ચુડાસમા તથા પોલિસ સ્ટાફે દિવાસાની સીમમાં દરોડો પાડ્યો હતો જ્યાં લીઝ વગરની ખાણ ધમધમતી હોવાનું માલૂમ પડ્યું હતું. ઘટના સ્થળેથી ૯ કટર મશીન તથા ખોદકામ કરી જમીનમાંથી કાઢવામાં આવેલા બિલ્ડીંગ લાઈમસ્ટોન ભરેલા ૩ ટ્રક, વિજવાયરો સહિતનો મુદામાલ કબ્જે કરી સીઝ કર્યો હતો. જાે કે કેટલી ખનીજચોરી થઈ છે તે ખાણ ખનીજ વિભાગની માપણી બાદ જ આંકડો બહાર આવશે. પરંતુ લાખો રૂપિયાના લાઈમ સ્ટોનનું ખનન કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. લીઝધારક જગદીશભાઈ ગોવિંદભાઈ ડાકીએ કાયદેસરની લીઝ સિવાયની જમીનમાં ખનન કર્યુ હોવાનું ખુલ્યુ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews