‘પ્લાસ્ટિક મુક્ત માંગરોળ’ અભિયાન સંદર્ભે સરસ્વતી વિદ્યાલયમાં પેપર બેગ હરીફાઈનું અયોજન કરાયું હતું જેમાં અનેક દિકરીઓએ ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત વિવિધ સ્થાનો ઉપર પ્લાસ્ટીક પ્લાસ્ટીક બેગથી થતું નુકશાન, સિંગલ યુઝ પ્લાસ્ટિક ધરતી માતા માટે, ગૌ માતા માટે અને માનવ જીવન માટે કેટલું હાનિકારક છે તેની સમજણ આપવામાં આવી હતી. પ્લાસ્ટિકના સ્થાને પેપર બેગનો વધુ ઉપયોગ થાય તે માટે માંગરોળમાં સંગઠનો, પર્યાવરણ પ્રેમીઓ અને ગૌ સેવકો તેમજ પારૂલબહેન જાદવ, ટ્રસ્ટના ડાયરેકટર ડો. સિદ્ધાર્થ ઠાકરના માર્ગદર્શન હેઠળ પેપર બેગ બનાવવાનું અવિરત કાર્ય થઈ રહ્યું છે. સરસ્વતી વિદ્યાલયમાં પ્રધાન આચાર્ય મનીષાબહેન જાેષી, મધુબહેન મકવાણા, આનંદભાઈ મકવાણા, અશ્વિનભાઈ યાદવ, નિલેશભાઈ ગઢિયાના માર્ગદર્શન હેઠળ હરિફાઈ યોજવામાં આવી હતી. ભાગ લેનાર તમામ બાળકોને પાંચ બોલપેનનો સેટ અને ત્રણ વિજેતાને કંપાસ શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ પ્રમુખ પ્રો.ચાહવાલા તરફથી ભેટ અપાઈ હતી. કાર્યક્રમને અંતે બાળકોને વંદેમાતરમ ગ્રુપ તરફથી નાસ્તાનું વિતરણ કરાયું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews