જૂનાગઢ એસઓજીએ સુલતાનપુરમાંથી બોગસ તબીબને ઝડપી લીધો છે. ડિગ્રી વગરનાં ડોકટર પાસેથી રૂા.૧ર,૦૧૧ની દવાના જથ્થાને પણ કબ્જે કરાયો છે. ડિગ્રી વગરના બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહયા હોય આવા બની બેઠેલા તબીબોને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સુચના અપાઈ હતી. દરમ્યાન માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે ડિગ્રી વગરનો બોગસ તબીબ હોવાની બાતમી મળી હતી. બાદમાં એસઓજી પીઆઈ એચ.આઈ.ભાટી, પીએસઆઈ જે.એમ.વાળા અને સ્ટાફે દરોડો પાડી ૪ર વર્ષિય શૈલેષ ધીરૂભાઈ રાઠોડ નામના બોગસ તબીબને ઝડપી લીધો હતો. એસઓજીએ તેમની પાસેથી વિવિધ રપ પ્રકારની દવા તેમજ અન્ય ચીજવસ્તુ મળી કુલ રૂા.૧ર,૦૧૧નો મુદામાલ કબજે કર્યો છે. આરોપીને આગળની કાર્યવાહી માટે માંંગરોળ પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews