કોરોના વાયરસને નાથવા શરૂ થયેલા રસીકરણ અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકા હેલ્થ ઓફીસે વેક્સીન કેમ્પ તા.૧૯-૧-૨૦ર૧ ના રોજ યોજાયો હતો જેમાં માંગરોળના ગાયનેક અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશન-માંગરોળના પ્રમુખ ડો. ભાર્ગવ પંડિતે પ્રથમ વેક્સીન લઈ કેમ્પનો પ્રારંભ કર્યો હતો. દરમ્યાન તેમનો સંપર્ક કરાતાં તેમણે વેક્સિન લીધાના ર૪ કલાક બાદ કોઇ પણ જાતની આડ અસર થયેલ નથી જણાવ્યું હતું અને લોકોને કોઇપણ પ્રકારના ડર વીના, અફવાને ધ્યાને લીધા વિના લોકોને વેક્સીનેશનમાં સહયોગ આપવા અપીલ કરી હતી. આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભી સહીત માંગરોળનાં આરોગ્ય વિભાગ અને ૧૦૮ ની ટીમ ઉપસ્થિત રહી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews