જૂનાગઢ શહેર ભાજપ સંગઠને મુખ્યમંત્રીની વિકાસલક્ષી જાહેરાતોને આવકારી

0

જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શહેરના વિકાસના દ્વાર ખોલવામાં આવ્યા હોય તે રીતે અનેક વિકાસલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. જૂનાગઢ શહેર કે જે આધ્યાત્મિક નગરી છે આ નગરીનો ઐતિહાસિક, પૌરાણિક અને પ્રવાસિક વારસો આગળ ધપાવી અનેરો વિકાસ હાથ ધરી શહેરને વિકસાવવાની જાહેરાતોમાની મુખ્યત્વે શહેરમાં ટી શેપનો ઓવરબ્રીજ રૂા.૧ર૦ કરોડના ખર્ચે બનાવવામાં આવશે જે અંતર્ગત અગાઉ રૂા.૩ર કરોડ ફાળવેલ હતા અને હવે આશરે રૂા.૮૮ કરોડ ફાળવવામાં આવનાર છે. ત્યારે શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવશે અને ભુગર્ભ ગટર થકી શહેરમાં શુધ્ધ પાણી અને ગટરનું પાણી અલગ થઈ શકશે. વિશેષમાં જૂનાગઢમાં સિંહદર્શન સત્વરે શરૂ કરવામાં આવશે જેથી પ્રવાસીઓ માટે જૂનાગઢ પણ સાસણની જેમ એક આકર્ષણનું કેન્દ્ર બનનાર છે. મુખ્યમંત્રી દ્વારા જૂનાગઢ સિવીલ હોસ્પીટલનું જુનું બિલ્ડીંગ જૂનાગઢ કોર્ટને ફાળવવાની તૈયારીઓ પણ આરંભાઈ છે અને ઝડપભેર આ બિલ્ડીંગ કોર્ટ માટે ફાળવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
આમ શહેરનો તમામ સ્તરે વિકાસ થાય અને શહેરમાં પ્રાથમિક સુવિધાઓ અને પર્યટક સુવિધાઓના સંગમ થકી શહેરનો અલાયદો વિકાસ હાથ ધરવા માટે મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર દ્વારા જે કટીબધ્ધતા દાખવવામાં આવી છે તે ખરેખર પ્રેરણારૂપ છે તેમ જણાવતા શહેર ભાજપ પ્રમુખ પૂનિતભાઈ શર્મા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીના સદસ્ય શૈલેષભાઈ દવે, મહામંત્રી સંજયભાઈ મણવર તથા સમગ્ર જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની ટીમ દ્વારા આ જાહેરાતોને આવકાર આપી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!