મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે જુગાર દરોડો, ૭ સામે કાર્યવાહી

0

મેંદરડા તાલુકાનાં ઝીંઝુડા ગામે રાતડીયા પટ વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બદરૂદીનભાઈ સદરૂભાઈ સમનાણી, નુરદીનભાઈ સાવદીનભાઈ કોટડીયા, નાદીરભાઈ અબ્દુલભાઈ કોટડીયા, દેવજીભાઈ સોમાભાઈ પરમાર, અમીરખા હશનખા પઠાણ, જુલ્ફીકારભાઈ હશનભાઈ ડોલાણી, કેશુભાઈ ભુટાભાઈ પરમાર વગેરેને રૂા.૧૦,૬ર૦ની રોકડ તથા મોબાઈલ ફોન ૭ અને ૪ મોટર સાયકલ મળી કુલ રૂા.૧,૦૬,૬ર૦નો મુદામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
ચોરવાડનાં વિશણવેલ ગામે જુગાર દરોડો
ચોરવાડ પોલીસે વિશણવેલ ગામે રાતડા વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને રૂા.૩૪ર૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!